દુનિયાનો મોહ છોડી દો, અલ્લાહ તમારાથી મોહબ્બત કરશે, અને લોકો પાસે જે કંઈ છે તેના લોભ્યો ન બનો, તો લોકો તમારાથી…

દુનિયાનો મોહ છોડી દો, અલ્લાહ તમારાથી મોહબ્બત કરશે, અને લોકો પાસે જે કંઈ છે તેના લોભ્યો ન બનો, તો લોકો તમારાથી મોહબ્બત કરશે

અબૂ અબ્બાસ સહલ બિન્ સઅદ સાઇદી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક વ્યક્તિ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો, અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! મને કોઈ એવો અમલ બતાવો કે જેને હું કરી લઉં, તો અલ્લાહ મારાથી મોહબ્બત કરે, અને લોકો પણ મારાથી મોહબ્બત કરે, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દુનિયાનો મોહ છોડી દો, અલ્લાહ તમારાથી મોહબ્બત કરશે, અને લોકો પાસે જે કંઈ છે તેના લોભ્યો ન બનો, તો લોકો તમારાથી મોહબ્બત કરશે».

الشرح

એક વ્યક્તિએ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૂછ્યું કે તમે તેને એક એવો અમલ જણાવી દો કે જો તે તેને કરવા લાગે તો તેને અલ્લાહની મોહબ્બત મળી જાય અને લોકોની પણ મોહબ્બત મળી જાય, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અલ્લાહની મોહબ્બત મેળવવા માટે દુનિયામાં વ્યર્થ કામોને છોડી દો જે આખિરતમાં કંઈ ફાયદો ન પહોંચાડે અને દીનનું પણ નુકસાન કરે, જ્યારે કે લોકોની મોહબ્બત ત્યારે મળશે જ્યારે તમે તેમની પાસે જે કંઈ છે તેનાથી અળગા થઈ જાવ, અર્થાત લોભ ન કરો, લાલચ ન કરો, કારણકે પોતાની પાસે દુનિયાની મોહબ્બત પહેલાથી જ હોય છે, માટે તેના તરફ ધ્યાન આપવાથી દ્વેષ કરશે અને છોડી દેવાથી તેની મોહબ્બત મળશે.

فوائد الحديث

દુનિયા અળગા રહેવાની મહત્ત્વતા, અર્થાત્ માનવી તે દરેક કામથી દૂર થઈ જાય, જે તેને આખિરતમાં ફાયદો ન પહોંચાડે.

ઝુહદ (દુનિયાથી અળગા) નું સ્થાન વરઅ કરતા ઊંચું છે; કારણકે વરઅ એટલે કે નુકસાન આપનારી વસ્તુને છોડી દેવામાં આવે, અને ઝુહદ એટલે કે આખિરતમાં જે વસ્તુ ફાયદાકારક ન હોય તેને છોડી દેવામાં આવે.

ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: દુનિયા લોકોને પ્રિય છે, તેથી જે કોઈ તેની સાથે સ્પર્ધા કરે છે તે તેમને એટલી હદે નફરત કરશે, અને જે કોઈ તેમને અને તેમના પ્રિયજનોને છોડી દેશે તે તેમના હૃદયમાં એટલી હદે પ્રિય રહેશે.

التصنيفات

ડર અને પરહેજગારી