હે અબૂ મુનઝિર, કુરઆન મજીદ માંથી તમારા મતે કંઈ આયત સૌથી મોટી છે? મેં કહ્યું કે: {اللهُ لا إِلَهَ إِلا هُوَ الْحَيُّ الْقَيُّومُ}…

હે અબૂ મુનઝિર, કુરઆન મજીદ માંથી તમારા મતે કંઈ આયત સૌથી મોટી છે? મેં કહ્યું કે: {اللهُ لا إِلَهَ إِلا هُوَ الْحَيُّ الْقَيُّومُ} [સૂરે બકરહ: ૨૫૫], આપ ﷺ એ મારી છાતી પર એક હાથ માર્યો (શાબાશી આપવા માટે) અને કહ્યું: «અલ્લાહની કાસમ ! હે અબુ મુનઝિર ! તમને ઇલ્મ મુબારક

ઉબૈ બિન કઅબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું: «હે અબૂ મુનઝિર, કુરઆન મજીદ માંથી તમારા મતે કંઈ આયત સૌથી મહાન છે?» મેં કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધારે જાણે છે, આપ ﷺ એ કહ્યું: «હે અબૂ મુનઝિર, કુરઆન મજીદ માંથી તમારા મતે કંઈ આયત સૌથી મોટી છે? મેં કહ્યું કે: {اللهُ لا إِلَهَ إِلا هُوَ الْحَيُّ الْقَيُّومُ} [સૂરે બકરહ: ૨૫૫], આપ ﷺ એ મારી છાતી પર એક હાથ માર્યો (શાબાશી આપવા માટે) અને કહ્યું: «અલ્લાહની કાસમ ! હે અબુ મુનઝિર ! તમને ઇલ્મ મુબારક».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ એ ઉબૈ બિન કઅબ રઝી અલ્લાહુ અન્હુને કુરઆન મજીદની સૌથી મહાન અને મોટી આયત વિશે સવાલ કર્યો તો તેઓ જવાબ આપવામાં થોડુંક અચકાય રહ્યા હતા, પછી જવાબ આપ્યો કે આયતુલ્ કુરસી: {الله لا إله إلا هو الحي القيوم}، જવાબ સાંભળી આપ ﷺ એ તેમની પુષ્ટિ કરી અને તેમની છાતી પર શાબાશી આપવા માટે હાથ માર્યો, તેમના ઇલ્મ અને હિકમત તરફ ઈશારો કરતા, અને તેમના માટે તે ઇલ્મથી ખુશ થવા અને તેમના માટે સરળતાની દુઆ કરી.

فوائد الحديث

ઉબૈ બિન કઅબ રઝી અલ્લાહુ અન્હુની મહત્ત્વતા અને તેમનો ઉચ્ચ પુરસ્કાર.

આયતુલ્ કુરસી અલ્લાહની કિતાબ કુરઆન મજીદમાં સૌથી મહાન આયત છે, એટલા માટે તેને યાદ કરવી તેના અર્થ પર સંપૂર્ણ ધ્યાન ધરવું અને તેના પર અમલ કરવો જરૂરી છે.

التصنيفات

સૂરતો અને આયતોની મહત્ત્વતાઓ, ઇલ્મની મહ્ત્વતા