નિઃશંક તમારા કરતા હું સૌથી વધુ અલ્લાહથી ડરુ છું અને સૌથી વધારે તેને જાણું છું

નિઃશંક તમારા કરતા હું સૌથી વધુ અલ્લાહથી ડરુ છું અને સૌથી વધારે તેને જાણું છું

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ કાર્યનો આદેશ આપતા તો એટલો જ આપતા જેટલો લોકો કરી શકતા હોય, સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમે તો તમારા જેવા નથી, (તમે તો નિર્દોષ છો) અલ્લાહએ તમારા આગળના અને પાછળના બધા ગુનાહ માફ કરી દીધા છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગુસ્સે થયા, અહીં સુધી કે ગુસ્સો અમે તેમના ચહેરા પર જાહેર થતા જોયો, અને પછી કહ્યું: «નિઃશંક તમારા કરતા હું સૌથી વધુ અલ્લાહથી ડરુ છું અને સૌથી વધારે તેને જાણું છું».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા વર્ણન કરી રહ્યા છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જયારે કોઈ કાર્ય કરવાનો આદેશ આપતા, તો લોકોને તકલીફ આપ્યા વગર સરળ કાર્યનો આદેશ આપતા, હમેંશા તે કામ કરવાથી ઉકસાઈ જવાના ડરથી, અને તેમણે તે જ કર્યું જે સરળ કાર્ય કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ તેમને મુશ્કેલ કાર્યો સોંપવા કહ્યું; કારણ કે તેઓ માનતા હતા કે તેમના ઉચ્ચ દરજ્જાની પ્રાપ્તિ માટે તેમને વધુ મહેનત કરવાની જરૂર છે. તેથી સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમારી સ્થિતિ તમારી સ્થિતિ માફક નથી, અલ્લાહએ તમારા આગળ અને પાછળના દરેક ગુનાહ માફ કરી દીધા છે, આ સાંભળતા જ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગુસ્સે થયા અને એટલા ગુસ્સે થયા કે ગુસ્સાની નિશાનીઓ આપના ચહેરા પર દેખાય આવી, પછી કહ્યું: હું તમારા કરતા સૌથી વધુ અલ્લાહથી ડર રાખું છું અને અલ્લાહને સૌથી વધારે ઓળખું છું, તમે તે જ કરો જેનો તમને આદેશ આપવામાં આવે છે.

فوائد الحديث

ઈમામ ઇબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: ખરેખર તેમને ફક્ત તે જ કરવાનો આદેશ આપ્યો જે તેમના માટે સરળ હતું, જેથી તેઓ તે કરવાનું ચાલુ રાખે, જેમ કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બીજી હદીષમાં કહ્યું: "અલ્લાહને સૌથી પ્રિય કાર્ય તે છે જે હમેંશા કરવામાં આવે".

સદાચારી માણસે પોતાની ભલાઈના આધારે મહેનત છોડવી જોઈએ નહીં.

જરૂર વખતે વ્યક્તિ પોતાના ગુણો વિશે વાત કરી શકે છે, જો તેને બડાઈ કે ઘમંડનો ડર ન હોય.

ઈબાદત કરવાનો પહેલો સિદ્ધાંત નિયત છે અને તેને હંમેશા કરવામાં આવે, અતિશયોક્તિ નહીં જે ત્યાગ તરફ દોરી જાય છે.

ઈમામ ઇબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: જ્યારે કોઈ બંદો ઇબાદત અને તેના સિદ્ધાંતોમાં અંતિમ લક્ષ્ય સુધી પહોંચી જાય, ત્યારે આ તેને તેમાં દ્રઢ રહેવા માટે પ્રોત્સાહિત કરે છે, જેથી નેઅમતને જાળવી રાખવા અને તેના માટે આભાર વ્યક્ત કરી તેમાં વધારો કરી શકાય છે.

શરીઅતના આદેશનું ઉલ્લંઘન થાય ત્યારે ગુસ્સો કરી શકાય, અને જો કોઈ આદેશ વિશે ખબર ન પડતી હોય તો તેનો અર્થ સમજવા માટે લાયક અને કુશળ વ્યક્તિને સજાગ કરવા માટે ઠપકો આપવો.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની ઉમ્મત પ્રત્યે ખૂબ જ દયાળુ છે, અને એ કે દીન ખૂબ જ સરળ છે, તેમજ શરીઅત એક પ્રામાણિક માર્ગ છે.

ઈબાદતમાં સહાબાઓની ઉત્સુકતા, વધુમાં વધુ ભલાઈ કરવાની તીવ્રતા.

શરીઅત દ્વારા નક્કી કરાયેલી મર્યાદાઓનું પાલન કરવું અને એવું માનવું કે શરીઅતને અનુરૂપ સરળ વિકલ્પ અપનાવવો તે વધુ મુશ્કેલ વિકલ્પ કરતાં વધુ સારું છે, જે તેનો વિરોધાભાસ કરે છે.

التصنيفات

આપણાં નબી મોહમ્મદ ﷺ, શરીઅતનો આદેશ, The Sunnah, નેક અમલ કરવાની મહ્ત્વતા