આદમના પુત્રએ તેના પેટથી વધુ ખરાબ કોઈ વાસણ નથી ભર્યું, આદમના પુત્ર માટે તેની પીઠ સીધી કરવા માટે થોડા કોળિયા ખાવા…

આદમના પુત્રએ તેના પેટથી વધુ ખરાબ કોઈ વાસણ નથી ભર્યું, આદમના પુત્ર માટે તેની પીઠ સીધી કરવા માટે થોડા કોળિયા ખાવા પૂરતા છે, પરંતુ જો તેણે (પોતાનું પેટ ભરવું) જ હોય, તો તેણે એક તૃતીયાંશ ભાગ ખોરાક માટે, એક તૃતીયાંશ ભાગ પીવા માટે અને એક તૃતીયાંશ ભાગ શ્વાસ લેવા માટે રાખવો જોઈએ

મિકદાદ બિન્ મઅદી કરિબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «આદમના પુત્રએ તેના પેટથી વધુ ખરાબ કોઈ વાસણ નથી ભર્યું, આદમના પુત્ર માટે તેની પીઠ સીધી કરવા માટે થોડા કોળિયા ખાવા પૂરતા છે, પરંતુ જો તેણે (પોતાનું પેટ ભરવું) જ હોય, તો તેણે એક તૃતીયાંશ ભાગ ખોરાક માટે, એક તૃતીયાંશ ભાગ પીવા માટે અને એક તૃતીયાંશ ભાગ શ્વાસ લેવા માટે રાખવો જોઈએ».

الشرح

આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દવાનો એક સિદ્ધાંત જણાવી રહ્યા છે, જેના દ્વારા માનવી પોતાના સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકે છે, તે સિદ્ધાંત એ કે ઓછો ખોરાક ખાવો, ખાવાનું ફક્ત એટલું જ ખાવામાં આવે કે માનવી જીવિત રહી શકે, અને જરૂરી કામો માટે તેને શક્તિ મળે, ભરવામાં આવતું સૌથી ખરાબ વાસણ પેટ છે; કારણકે પેટ ભરીને ખાવાથી ઘણી જાહેર અથવા આંતરિક બીમારીઓ થતી હોય છે, જે તરત જ અથવા થોડોક સમય પછી સામે આવે છે. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જો માનવીએ પેટ ભરીને ખાવું જ હોય, તો એક તૃતીયાંશ ભાગ ખોરાક માટે, એક તૃતીયાંશ ભાગ પીવા માટે અને એક તૃતીયાંશ ભાગ શ્વાસ લેવા માટે રાખવો જોઈએ, જેથી નુકસાન અને પરેશાન ન થાય અને દીન તેમજ દુનિયાના કામોમાં આળસ ન આવી જાય.

فوائد الحديث

માનવીએ વધુ ખાવાપીવાથી બચવું જોઈએ આ દવાનો સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત છે; કારણકે વધુ ખાવાપીવાથી ઘણી બીમારીઓ નો સામનો કરવો પડતો હોય છે.

ખોરાક લેવાનો હેતુ ફક્ત સ્વાસ્થ્યને જાણવી રાખવાનો છે, જે જીવન જીવવાનો આધાર છે.

પેટ ભરીને ખાવાથી ઘણા શારીરિક અને દીની નુકસાન થાય છે, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: «તમે પેટ ભરીને ખાવાથી બચો; કારણકે તે શરીર માટે નુકસાનકારક છે અને નમાઝમાં આળસ ઉત્પન્ન કરે છે».

આદેશ પ્રમાણે ખાવાના ઘણા પ્રકાર હોય છે, એટલું ખાવું જરૂરી છે, જેના દ્વારા જીવ બચી જાય, અને જેને છોડવાથી નુકસાન થતું હોય, અનિવાર્ય પ્રમાણ કરતા એટલું વધારે ખાવું જાઈઝ છે, જેનાથી શરીરને નુકસાન ન થતું હોય, એટલું ખાવું યોગ્ય નથી, જેનાથી શરીરને નુકસાન થાય, એટલું ખાવું હરામ છે, જેના કારણે શરીરને નુકસાન થવાનું યકીન હોય, એટલું ખાવું મુસ્તહબ છે, જેના કારણે ઈબાદત અને નેકીના કામોમાં સહાય મળે, ચાલી રહેલ વાતમાં દરેક વાતોને સંક્ષિપ્ત રૂપે નીચે વર્ણવેલ ત્રણ તબક્કામાં વર્ણન કરવામાં આવી છે, ૧- પેટભરીને ખાવું. ૨- એટલા પ્રમાણમાં ખાવું કે પીઠ સીધી રહી શકે.૩- જ્યારે કે ત્રીજા તબક્કાને આ રીતે વર્ણન કરવામાં આવ્યું છે: «પેટનો એક તૃતીયાંશ ભાગ ખાવા માટે, એક તૃતીયાંશ ભાગ પાણી પીવા માટે, અને એક તૃતીયાંશ ભાગ શ્વાસ લેવા માટે ખાલી રાખવામાં આવે», આ દરેક વાતો ત્યારે છે, જયારે ખાવાની વસ્તુ હલાલ હોય.

આ હદીષ સારવારનો મૂળભૂત સિદ્ધાંત છે; કારણકે સારવારના મૂળભૂત સિદ્ધાંત ત્રણ છે: સ્વાસ્થ્યની રક્ષા કરવી, કાળજી રાખવી, સારવાર કરાવવી, જ્યારે કે આ હદીષમાં પ્રથમ બે સિદ્ધાંતનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમ કે અલ્લાહ તઆલાએ કહ્યું: {અને ખૂબ ખાઓ-પીવો, અને હદ ન વટાવો, નિ:શંક અલ્લાહ હદ વટાવી જનારને પસંદ નથી કરતો} [અલ્ અઅરાફ: ૩૧].

ઇસ્લામી શરીઅત એક સંપૂર્ણ શરીઅત છે, જેમાં માનવી માટે તેના દીન અને દુનિયા બન્નેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.

શરીઅતના જ્ઞાનનો એક ભાગ સારવાર ક્ષેત્રેની મૂળ વાતો અને તેના વિવિધ ભાગ છે, જેમ કે મધ અને કલોંજી વિશે વર્ણન થયું છે.

શરીઅતના આદેશોમાં ઘણી હિકમત છુપાયેલી હોય છે, દરેક શરીઅતના આદેશો નુકસાનથી બચવા અને ફાયદા માટે જ હોય છે.

التصنيفات

મનેચ્છાઓ અને લાલસાઓની નિંદા