જ્યારે કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થાય તો તે આ દુઆ પઢે: اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ, અર્થ: હે અલ્લાહ તું મારા માટે…

જ્યારે કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થાય તો તે આ દુઆ પઢે: اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ, અર્થ: હે અલ્લાહ તું મારા માટે રહેમતના દરવાજા ખોલી નાખ, અને જ્યારે કોઈ નીકળે તો તે આ દુઆ પઢે, اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ, અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે તારો ફઝલ માંગુ છું

અબૂ હુમૈદ અથવા અબૂ ઉસૈદ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થાય તો તે આ દુઆ પઢે: اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ, અર્થ: હે અલ્લાહ તું મારા માટે રહેમતના દરવાજા ખોલી નાખ, અને જ્યારે કોઈ નીકળે તો તે આ દુઆ પઢે, اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ, અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે તારો ફઝલ માંગુ છું».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ એ પોતાની કોમને માર્ગદર્શન આપ્યું કે જ્યારે તે મસ્જિદમાં પ્રવેશ કરે તો તે આ દુઆ પઢે: (اللَّهُمَّ افْتَحْ لي أَبْوابَ رَحْمَتِكَ), અલ્લાહ પાસે તેની કૃપાનો સવાલ કરે, અને જ્યારે મસ્જિદ માંથી નીકળે તો આ દુઆ પઢીને નીકળે: (اللَّهُمَّ إني أَسْأَلُك مِن فَضْلِكَ), અલ્લાહના ફઝલનો સવાલ કરે, અને હલાલ રોજી માંથી તેનો ઉપકાર માંગી રહી રહ્યો છે.

فوائد الحديث

મસ્જિદમાં પ્રવેશ કરતી વખતે તેમજ નીકળતી વખતે દુઆ પઢવી મુસ્તહબ (જાઈઝ) છે.

પ્રવેશતી વખતે રહેમતનો સવાલ અને નીકળતી વખતે તેના ફઝલ (કૃપા) નો સવાલ કરવો ખાસ છે; કારણકે પ્રવેશ કરી, તે એવી પ્રક્રિયામાં વ્યસ્ત થાય છે, જેના કારણે તે અલ્લાહની નજીક હોય છે, અને તે જન્નતની નજીક હોય છે, માટે તેની રહેમતનો સવાલ કરવો યોગ્ય રહેશે, અને બહાર નીકળતી વખતે જમીન પર રોજીની તલાશ કરતા તેનો ફઝલ માંગતા હોય છે, માટે તે સમયે તેનો ફઝલ માંગવો યોગ્ય રહેશે.

આ બંને દુઆઓ જ્યારે મસ્જિદમાં પ્રવેશ કરવાનો ઈરાદો હોય ત્યારે અથવા નીકળવાનો ઈરાદો કરો ત્યારે પઢવી જોઈએ.

التصنيفات

મસ્જિદમાં દાખલ થતી વખતે અને નીકળતા વખતે પઢવાની દુઆ, મસ્જિદ માટે કેટલાક આદેશો