إعدادات العرض
અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ મુન્કરાતિલ્ અખ્લાકિ વલ્ અઅમાલિ વલ્ અહવાઇ" અર્થ: હે અલ્લ્લાહ! હું ખરાબ અખલાકથી, ખરાબ…
અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ મુન્કરાતિલ્ અખ્લાકિ વલ્ અઅમાલિ વલ્ અહવાઇ" અર્થ: હે અલ્લ્લાહ! હું ખરાબ અખલાકથી, ખરાબ કાર્યોથી અને ખરાબ ઈચ્છાઓથી તારી પનાહ માગું છું
કુતબહ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ સતત કરતા હતા: «"અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ મુન્કરાતિલ્ અખ્લાકિ વલ્ અઅમાલિ વલ્ અહવાઇ" અર્થ: હે અલ્લ્લાહ! હું ખરાબ અખલાકથી, ખરાબ કાર્યોથી અને ખરાબ ઈચ્છાઓથી તારી પનાહ માગું છું».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Hausa Kurdî Tiếng Việt Magyar ქართული Kiswahili සිංහල Română অসমীয়া ไทย Português मराठी دری አማርኛ ភាសាខ្មែរ Nederlands Македонскиالشرح
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી સાબિત દુઆઓ માંથી એક દુઆ: (અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ) તારું શરણ ઇચ્છું છું, તારી પનાહમાં આવું છું, કારણકે તારા સિવાય કોઈ પનાહ આપી શકતું નથી, (મિન મુન્કરાતિ) તે કાર્યો જેનાથી અલ્લાહ અને તેના પયગંબરે રોક્યા હોય, (અખલાક) માંથી જેવા કે દ્વેષ, ઈર્ષા, ઘમંડ, (અને) ગુનાહના કાર્યો જેવા કે ગાળો આપવી, આરોપ લગાવવો, (અને) દરેક (ખરાબ ઈચ્છાઓ) જે મનમાં ઉભી થતી હોય અને જે શરીઅત વિરુદ્ધ હોય.فوائد الحديث
આ દુઆ પઢવાની મહત્ત્વતા અને યોગ્યતા.
મોમિન હમેંશા ખરાબ અખલાક અને ખરાબ આદતોથી બચીને રહે છે, અને તેમનેચ્છાનું અનુસરણ અને શંકા સપ્દાવવાથી સચેત રહે છે.
નૈતિકતા, કાર્યો અને ઇચ્છાઓનું સારા અને ખરાબ બંને પ્રકારના હોય છે.
التصنيفات
પ્રખ્યાત દુઆઓ