આલિમની મહત્ત્વતા એક આબેદ પર એવી જ છે, જેવી કે મારી મહત્ત્વતા તમારા માંથી એક સામાન્ય વ્યક્તિ પર છે

આલિમની મહત્ત્વતા એક આબેદ પર એવી જ છે, જેવી કે મારી મહત્ત્વતા તમારા માંથી એક સામાન્ય વ્યક્તિ પર છે

અબૂ ઉમામહ બાહિલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક વખત બે વ્યક્તિઓનું વર્ણન કર્યું, તેમાંથી એક આબેદ (ખૂબ ઈબાદત કરનાર), અને બીજો આલિમ હતો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આલિમની મહત્ત્વતા એક આબેદ પર એવી જ છે, જેવી કે મારી મહત્ત્વતા તમારા માંથી એક સામાન્ય વ્યક્તિ પર છે», પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નિઃશંક અલ્લાહ તઆલા, તેના ફરિશ્તાઓ, આકાશ વાળાઓ, જમીન વાળાઓ અહીં સુધી કે કીડીઓ તેમના દળમાં તેમજ માછલીઓ પાણીમાં તે વ્યક્તિ માટે દુઆ કરે છે, જે લોકોને નેકીની શિક્ષા આપે છે».

[આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બે વ્યક્તિઓનું વર્ણન કર્યું, એક આબેદ અને એક આલિમ, કે બન્ને માંથી શ્રેષ્ઠ કોણ છે? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શરીઅતનું જ્ઞાન પ્રાપ્ત કરનાર અને તેના પર અમલ કરનાર આલિમ તેમજ શીખવાડનાર બન્નેનું મહત્વ એક એવા ઈબાદત કરનાર વ્યક્તિ પર છે, જેણે પોતાને ઈબાદત માટે સમર્પિત કરી દીધો હોય, તે જાણતા કે તેના પર શું જરૂરી છે, જેવું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું મહત્વ એક સામાન્ય સહાબા પર છે. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્પષ્ટતા કરી કે ઇલ્મના કારણે પવિત્ર અલ્લાહ, તેનું અર્શ ઉઠાવનારા અને સમગ્ર આકાશના ફરિશ્તાઓ, જમીનમાં દરેક માનવીઓ અને જિન્નાતો અને દરેક પ્રાણીઓ, અહીં સુધી કે કીડી તેના દળમાં, સમુદ્રમાં રહેલી માછલીઓ, સૃષ્ટિ પરના દરેક ઢોર, જમીન અને સમુદ્રનું દરેક સર્જન, દરેક તે આલિમ માટે ભલાઈની દુઆ કરે છે, જે લોકોને દીનનું ઇલ્મ શીખવાડે છે, અને લોકોની નજાત તેમજ સફળતાની ચિંતા કરે છે.

فوائد الحديث

લોકોને અલ્લાહ તરફ બોલાવવાની એક પદ્ધતિ જેમાં તેમને પ્રોત્સાહન આપવામાં આવે, તેમજ ઉપમા આપી સમજાવવામાં આવે.

આલિમોનું મોટું સન્માન એ કે તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તનું પાલન કર્યું અને અન્ય લોકોને પણ તેની તરફ આમંત્રિત કર્યા.

આ હદીષમાં લોકોને આલિમો તેમજ દીનનું જ્ઞાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન અને તેમના માટે દુઆ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

આ હદીષમાં લોકોને નેકી અને ભલાઈ શીખવાડવા પર પ્રોત્સાહિત કરવા; કારણકે તે તેમના નજાત અને શ્રેષ્ઠતાનું કારણ છે.

التصنيفات

ઇલ્મની મહ્ત્વતા