અલ્લાહના માર્ગમાં એક દિવસ કરેલી રક્ષા દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુથી શ્રેષ્ઠ છે

અલ્લાહના માર્ગમાં એક દિવસ કરેલી રક્ષા દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુથી શ્રેષ્ઠ છે

સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહના માર્ગમાં એક દિવસ કરેલી રક્ષા દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુથી શ્રેષ્ઠ છે, તથા જન્નતમાં એક કોરડો મૂકવા જેટલી જગ્યા દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં શ્રેષ્ઠ છે, તથા એક સવાર અથવા એક સાંજ અલ્લાહના માર્ગમાં કાઢવી દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં શ્રેષ્ઠ છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે મુસલમાનો અને કાફિરો દરમિયાન એક દિવસ મુસલમાનોની નિખાલસતા સાથે સુરક્ષા કરવી દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુઓ કરતા શ્રેષ્ઠ છે, અને એક કોરડા જેટલી જગ્યા જન્નતમાં જેના દ્વારા અલ્લાહના માર્ગમાં જિહાદ કરવામાં આવે છે, તે દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં વધુ શ્રેષ્ઠ છે, અને દિવસ શરૂ થતા થી લઈ બપોર સુધી અથવા સાંજ સુધી, અને બપોર થી લઈ રાત સુધી, એક વખત અલ્લાહના માર્ગમાં કાઢેલો સમય દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે.

فوائد الحديث

અલ્લાહના માર્ગમાં રક્ષા કરવાની મહત્ત્વતા કે તેમાં પ્રાણ જવાનો ભય હોય છે અને તેમાં અલ્લાહના કલિમા (તેના દીન)ને બુલંદ કરવાનો અને તેની મદદ કરવાનો હેતુ હોય છે, બસ અલ્લાહના માર્ગમાં એક દિવસ કરેલી રક્ષાનો સવાબ દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે.

આખિરતની સરખામણીમાં દુનિયાની તુચ્છતાનું વર્ણન; કારણકે જન્નતમાં એક ચાબુક જેટલું સ્થાન પણ દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે.

અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરવાની મહત્ત્વતા અને તેના મહાન સવાબનું વર્ણન; કારણકે તેના માર્ગમાં પસાર કરેલી એક સવાર અથવા સાંજનો સવાબ દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે.

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: "અલ્લાહના માર્ગમાં", જે ઇખલાસનું મહત્વ દર્શાવે છે; કારણકે સવાબ તેના આધારે જ મળતો હોય છે.

التصنيفات

નેક અમલ કરવાની મહ્ત્વતા, જિહાદની મહ્ત્વતા