અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ હુદા વત્ તુકા, વલ્ અફાફ વલ્ ગિના" હે અલ્લાહ! હું તારી પાસે હિદાયત, તકવા, પવિત્રતા અને…

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ હુદા વત્ તુકા, વલ્ અફાફ વલ્ ગિના" હે અલ્લાહ! હું તારી પાસે હિદાયત, તકવા, પવિત્રતા અને બેનિયાજીનો સવાલ કરું છું

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ પઢતા હતા: «"અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ હુદા વત્ તુકા, વલ્ અફાફ વલ્ ગિના" હે અલ્લાહ! હું તારી પાસે હિદાયત, તકવા, પવિત્રતા અને બેનિયાજીનો સવાલ કરું છું».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની દુઆઓ માંથી એક દુઆ: "«"અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ હુદા" હે અલ્લાહ! હું તારી પાસે હિદાયતનો સવાલ કરું છું» સાચો માર્ગ, તેની ઓળખ અને તેના પર અમલ કરવાનો સવાલ કરું છું, «"વત્ તુકા" (પરેજગારી)» નો સવાલ કરું છું, તારા આદેશોને પુરા પાંડુ અને તે રોકેલા કાર્યોથી બચીને રહું, «વલ્ અફાફ (પવિત્રતા)»નો સવાલ કરું છું, હું વાત અને કાર્ય બન્ને વડે જે હલાલ નથી તેનાથી બચવાનો સવાલ કરું છું, «વલ્ ગિના (બેનિયાજી)» સર્જનથી, કે હું સર્વશ્રેષ્ઠ પાલનહાર સિવાય કોઈનો મોહતાજ ન રહું

فوائد الحديث

આ મહત્તમ ગુણો: હિદાયત, તકવો, પવિત્રતા અને બેનિયાજી, અપનાવવા તરફ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતે કોઈ ફાયદો પહોંચાડી શકતા નથી અને ન તો નુકસાનથી બચાવી શકે છે, આ વસ્તુનો માલિક ફક્ત એક અલ્લાહ જ છે.

ફાયદો, નુકસાન અને હિદાયતનો માલિક ફક્ત એક અલ્લાહ જ છે, કોઈ નિકટનો ફરિશ્તો, અથવા નબી તેમજ અન્ય કોઈની પાસે આ ગુણવત્તા નથી.

التصنيفات

પ્રખ્યાત દુઆઓ