ફિતનાના સમયે ઈબાદત કરવી એવું જ છે, જેવું કે મારા તરફ હિજરત કરવી

ફિતનાના સમયે ઈબાદત કરવી એવું જ છે, જેવું કે મારા તરફ હિજરત કરવી

મઅકિલ બિન યસાર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ ﷺએ કહ્યું: «ફિતનાના સમયે ઈબાદત કરવી એવું જ છે, જેવું કે મારા તરફ હિજરત કરવી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺએ પરાજકતા, હત્યા અને અશાંતિના સમયમાં ઈબાદત અને તેનું પાલન કરવા માટે માર્ગદર્શન આપ્યું છે, તેમણે સ્પષ્ટ કર્યું કે આવા સમયમાં કરવામાં આવતી ઈબાદતનો બદલો આપ ﷺ તરફ હિજરત જેવું છે; કારણ કે લોકો ઘણીવાર ઈબાદત કરવામાં બેદરકાર હોય છે અને તેનાથી વિચલિત થાય છે અને માત્ર થોડા જ લોકો તેના માટે પોતાને સમર્પિત કરે છે.

فوائد الحديث

ઈબાદત કરવા પ્રોત્સાહન આપ્યું છે, અને ફિતનાના સમયે અલ્લાહ તરફ ઝૂકી જવું જોઈએ, જેથી ફિતનાથી બચી શકાય તેમજ ભ્રષ્ટાચારથી દૂર રહી શકાય.

આ હદીષમાં ફિતના અને ગફલતના સમયે ઈબાદત કરવાની મહત્ત્વતા વર્ણન કરી છે.

એક મુસલમાને ફિતના અને ગફલતની જગ્યાઓથી બચવું જોઈએ.

التصنيفات

નેક અમલ કરવાની મહ્ત્વતા