જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બાથરૂમ માટે જતા, તો તું હું અને મારા જેવો એક બીજો છોકરો આપના માટે પાણીનો…

જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બાથરૂમ માટે જતા, તો તું હું અને મારા જેવો એક બીજો છોકરો આપના માટે પાણીનો બંદોબસ્ત કરતા તેમજ એક ભાલો (જમીનમાં) નાખી દેતા, આપ પાણી વડે પાકી પ્રાપ્ત કરતા

અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બાથરૂમ માટે જતા, તો તું હું અને મારા જેવો એક બીજો છોકરો આપના માટે પાણીનો બંદોબસ્ત કરતા તેમજ એક ભાલો (જમીનમાં) નાખી દેતા, આપ પાણી વડે પાકી પ્રાપ્ત કરતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે કે હું અને મારી વયનો જ એક બીજો છોકરો, જ્યારે આપ બાથરૂમ માટે જતા, તો અમે બન્ને આપની પાછળ જતા, અને એક લાકડી સાથે લઈ જતા, જેમાં ભાલા માફક ઉપરના ભાગમા ધારદાર ષટકોણ બનેલું હતું, તે લાકડી હાજત વખતે પડદો કરવા તેમજ નમાઝ વખતે સુતરહ (આડ) માટે કામમાં આવતી, એવી જ રીતે તેની સાથે સાથે અમે એક પાણીથી ભરેલું ચામડાનું વાસણ પણ લઈ જતા, જ્યારે આપ પોતાની હાજત પૂર્ણ કરી લેતા, તો અમારા માંથી કોઈ એક તે વાસણ આપને આપી દેતો, તો આપ તેમાંથી ઇસ્તિન્જા કરી લેતા.

فوائد الحديث

એક મુસલમાન પોતાની જરૂરત વખતે સફાઈનો અગાવથી જ તૈયાર કરી રાખે છે; જેથી તેને નાપાકીમાં ઉઠવાનીજરૂર ન પડે.

હાજત પૂરી કરતી વખતે પોતાના ગુપ્તાંગને છુપાવવા, જેથી કોઈ તેને જોઈ ન લે; કારણકે ગુપ્તાંગ તરફ નજર કરવી હરામ છે, જેથી આપ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) જમીનમાં લાકડી નાખી તેના પર એક કપડું લટકાવી દેતા, જેથી પડદો થઇ જાય.

બાળકોને ઇસ્લામી આદાબ શીખવાડવા જોઈએ, તેમની તરબીયત પણ આ પ્રમાણે કરવી; જેથી આ ઇલ્મના તેઓ વારસદાર બની શકે.

التصنيفات

સહાબા રઝી.ની મહ્ત્વતા, આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના સેવકો, ગંદકી દૂર કરવાની રીત, પેશાબ પાખાનાના અદબ, પાકી સફાઈમાં આપ સલ્લલાહુ અલયહી વસલ્લમનો તરીકો