?રેશમી અને દિબાજ (તે કાપડ જે મોટા રેશમથી બનાવવામાં આવ્યું હોય) ન પહેરો, અને સોના અને ચાંદીના વાસણમાં પાણી ન પીવો, અને…

?રેશમી અને દિબાજ (તે કાપડ જે મોટા રેશમથી બનાવવામાં આવ્યું હોય) ન પહેરો, અને સોના અને ચાંદીના વાસણમાં પાણી ન પીવો, અને ન તો તેની પ્લેટોમાં ખાઓ; કારણકે આ વસ્તુઓ (કાફિરો માટે) દુનિયામાં જ છે અને આપણાં માટે આખિરતમાં છે

અબ્દુર્ રહમાન બિન અબી લૈલા રિવાયત કરે છે કે તેઓ હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) પાસે હતા, તે જ સમયે તેમણે પીવા માટે પાણી માંગ્યું, તો એક મજૂસીએ તેમને (ચાંદીના વાસણમાં) પાણી લાવી આપ્યું, જ્યારે તેણે ગલાસ તેમના હાથમાં આપ્યો, તો તેમણે તેને ફેંકી દીધો, અને કહ્યું: જો મેં તેને વારંવાર આ વિષે કહ્યું ન હોત તો હું તેની સાથે આવો વ્યવહાર ન કરતો, પરંતુ જો મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને કહેતા સાંભળ્યા ન હોત: «રેશમી અને દિબાજ (તે કાપડ જે મોટા રેશમથી બનાવવામાં આવ્યું હોય) ન પહેરો, અને સોના અને ચાંદીના વાસણમાં પાણી ન પીવો, અને ન તો તેની પ્લેટોમાં ખાઓ; કારણકે આ વસ્તુઓ (કાફિરો માટે) દુનિયામાં જ છે અને આપણાં માટે આખિરતમાં છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પુરુષોને રેશમ અને તે પ્રકારના કપડાં પહેરવાથી રોક્યા છે. આ હદીષમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેને સોના અને ચાંદીના વાસણોમાં ખાવા અને પીવાથી રોક્યા છે. અને સાથે સાથે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પણ જણાવ્યું કે આ વસ્તુઓ મોમિનોને કયામતના દિવસે પ્રાપ્ત થશે; કારણકે તેઓ દુનિયામાં અલ્લાહન આદેશનું અનુસરણ કરતાં તેનો ઉપયોગ કરતાં નથી, જ્યારે કે તે વિરુદ્ધ કાફિરોને આ વસ્તુઓ આખિરતમાં મળશે નહીં, કારણકે તેઓ દુનિયાના જીવનમાં અલ્લાહના આદેશને છોડી આ વસ્તુઓથી ફાયદો ઉઠાવી લે છે.

فوائد الحديث

પુરુષો માટે રેશમ અને દિબાજના કપડાં પહેરવા હરામ છે અને તેને પહેરવા પર સખત યાતના વર્ણન કરવામાં આવી છે.

સ્ત્રીઓ માટે રેશમ અને દિબાજના કપડાં પહેરવા હલાલ છે.

સોના અને ચાંદીના વાસણોમાં ખાવું અને પીવું, એવી જ રીતે તેનો ઉપયોગ કરવો પુરુષો અને સ્ત્રીઓ બંને માટે હરામ છે.

અહીંયા હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ રોકવામાં સખ્તી એટલા માટે કરી કે તેમણે તેને સોના અને ચાંદીના વાસણોનો ઉપયોગ કરવાથી સતત રોક્યો હાતો, પરંતુ તે તેમની વાત માનતો ન હતો.

التصنيفات

પોશાકના આદાબ