ઇન્સાફ કરવાવાળા અલ્લાહ પાસે જમણી બાજુ નૂરના મિંબરો પર હશે, અને તેના બન્ને હાથ જમણા જ છે

ઇન્સાફ કરવાવાળા અલ્લાહ પાસે જમણી બાજુ નૂરના મિંબરો પર હશે, અને તેના બન્ને હાથ જમણા જ છે

અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «ઇન્સાફ કરવાવાળા અલ્લાહ પાસે જમણી બાજુ નૂરના મિંબરો પર હશે, અને તેના બન્ને હાથ જમણા જ છે, જેઓ પોતાના નિર્ણયમાં, પોતાના ઘરવાળાઓમાં અને જેના તેઓ જવાબદાર છે, તેમાં ઇન્સાફ કરે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ જણાવી રહ્યા છે કે જે લોકોમાં પોતાની હેઠળ રહેનારા લોકો, પોતાના ઘરવાળાઓ પ્રત્યે તથા પોતાના નિર્ણયોમાં ન્યાય અને સત્ય સાથે નિર્ણય કરે છે, તેઓ કાયમતના દિવસે બેસવાના ઉચ્ચ સ્થાન પર બેઠા હશે, અને તે સ્થાન તેમને તેમના સન્માનમાં આપવામાં આવશે. આ ઊંચા સ્થાન કૃપાળું અલ્લાહની જમણી બાજુ હશે, અને જાણી લો કે પવિત્ર અલ્લાહના બન્ને હાથ જમણા છે.

فوائد الحديث

ઇન્સાફ કરવાની મહત્ત્વતા અને તેના પર અમલ કરવાની તાકીદ.

ઇન્સાફ દરેક માટે સામાન્ય છે, જેમાં પોતાની જવાબદારીના નિર્ણયો, લોકો વચ્ચે કરવામાં આવતા નિર્ણય અહીં સુધી કે પત્નીઓ અને બાળકો વચ્ચે પણ કરવામાં આવતો ઇન્સાફ, અને આ પ્રમાણે જ અન્ય જગ્યાઓ ઉપર પણ.

ઇન્સાફ કરવાવાળાઓનો કયામતના દિવસે દરજ્જાનું વર્ણન.

કયામતના દિવસે મોમિનોના દરજ્જામાં તફાવત હશે, તેમના અમલ પ્રમાણે તેમના દરજ્જા નક્કી કરવામાં આવશે.

પ્રોત્સાહન આપવાની પદ્ધતિ એ દાવત આપવાની એક પદ્ધતિ છે જેના દ્વારા અમલ કરવા પર પ્રોત્સાહન મળે છે.

التصنيفات

પ્રસંશનીય અખલાક