અલ્લાહ એવા વ્યક્તિ પર રહેમ કરે છે, જે વેચાણ અને ખરીદી અને માંગણી કરતી વખતે ઉદારતા અને નરમીથી કામ લે છે

અલ્લાહ એવા વ્યક્તિ પર રહેમ કરે છે, જે વેચાણ અને ખરીદી અને માંગણી કરતી વખતે ઉદારતા અને નરમીથી કામ લે છે

જાબિર રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, આપ ﷺએ કહ્યુ: «અલ્લાહ એવા વ્યક્તિ પર રહેમ કરે છે, જે વેચાણ અને ખરીદી અને માંગણી કરતી વખતે ઉદારતા અને નરમીથી કામ લે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ તે દરેક લોકો માટે દુઆ કરી જે વેચાણ કરતી વખતે ઉદારતા અપનાવે; જેથી તે ખરીદી કરનાર વ્યક્તિ સાથે સોદાબાજીમાં સખ્તી ન કરે અને તેની સાથે સારો વ્યવહાર કરે, એવી જ રીતે ખરીદી કરતી વખતે પણ તે ઉદારતા ભર્યો વ્યવહાર કરે, અને સામાનનો ભાવ ઓછો ન આપે અને ઘટાડે નહિ એવી જ રીતે દેવું વસૂલ કરતી વખતે પણ ઉદારતા અપનાવે, અને કોઈ જરૂરતમંદ અને મોહતાજ પર સખ્તી ન કરે, નરમી સાથે વાતચીત કરે, અને જો તે અસમર્થ હોય તો તેને થોડો વધુ સમય આપે.

فوائد الحديث

શરીઅતનો એક હેતુ એવા સારા કાર્યો શીખવાડવાનો છે, જેથી લોકો એકબીજા સાથે સંબંધો સારા રાખે.

આ હદીષમાં લોકો સાથે વ્યવહારમાં, જેમકે લેવડ દેવડ કરતી વખતે સારો વ્યવહાર કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

التصنيفات

પ્રસંશનીય અખલાક