?એક વ્યક્તિ લોકોને દેવું આપતો હતો અને જ્યારે તે પોતાના સેવકોને વસુલી માટે મોકલતો તો તેમને કહેતો: જો તમે કોઈ એવા…

?એક વ્યક્તિ લોકોને દેવું આપતો હતો અને જ્યારે તે પોતાના સેવકોને વસુલી માટે મોકલતો તો તેમને કહેતો: જો તમે કોઈ એવા વ્યક્તિ પાસે જાઓ જે દેવું પૂરું કરવાની ક્ષમતા ન ધરાવતો હોય તો તમે તેને છોડી દે, શક્ય છે કે અલ્લાહ આપણા ગુનાહ માફી કરી દે

અબુ હુરૈરહ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «એક વ્યક્તિ લોકોને દેવું આપતો હતો અને જ્યારે તે પોતાના સેવકોને વસુલી માટે મોકલતો તો તેમને કહેતો: જો તમે કોઈ એવા વ્યક્તિ પાસે જાઓ જે દેવું પૂરું કરવાની ક્ષમતા ન ધરાવતો હોય તો તમે તેને છોડી દે, શક્ય છે કે અલ્લાહ આપણા ગુનાહ માફી કરી દે, તેથી નબી સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ એ કહ્યુ: જ્યારે તે મૃત્યુ પછી અલ્લાહને મળ્યો તો અલ્લાહ એ તેને માફ કરી દીધો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ એક વ્યક્તિ વિષે ખબર આપતા કહ્યું કે તે લોકોને દેવું આપતો હતો, અથવા તેમને સામાન ઉધાર આપતો હતો, અથવા તે પોતાના સેવકો જે લોકો પાસે લેણું વસૂલ કરવા માટે જતાં હતા તેમને કહેતો: જ્યારે તમે કોઈ દેવાદાર વ્યક્તિ પાસે જાઓ, અને જો તેની પાસે દેવું ચૂકવવા માટે કઈ પણ ન હોઇ તો તેનું દેવું જવા દો, અર્થાત્ તેને થોડો સમય વધુ આપો અને ભાર મૂકી દેવું વસૂલ ન કરો, અથવા તેની પાસે જે કઈ પણ હોય તે લઈ લો ! આવું તે વ્યક્તિ એ આશયથી કહેતો હતો કે કદાચ આ કારણે અલ્લાહ તેને માફ કરી દે. બસ જ્યારે તે વ્યક્તિનું મૃત્યુ થયું, તો અલ્લાહએ તેને માફ કરી દીધો.

فوائد الحديث

લોકો સાથે વ્યવહાર કરતી વખતે ઉપકાર કરવો, ક્ષમા આપવી, અને અસક્ષમ અથવા નાદારને માફ કરી દેવું, કયામતના દિવસે સફળ થવાનું એક કારણ છે.

લોકો સાથે ઉપકાર કરવામાં આવે, અને ઇખલાસ (નિખાલસતા) અલ્લાહ પાસે રાખવામાં આવે, અને અલ્લાહ પાસે તેની રહમતની આશા રાખવી તે ગુનાહ માફ કરવાનું એક મહત્તમ કારણ છે.

التصنيفات

પ્રસંશનીય અખલાક