?શું તમે જાણો છો કે ગિબત કોને કહે છે?», સહાબાઓએ કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધુ જાણે છે, આપ ﷺ એ કહ્યું: «(ગિબત એટલે કે)…

?શું તમે જાણો છો કે ગિબત કોને કહે છે?», સહાબાઓએ કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધુ જાણે છે, આપ ﷺ એ કહ્યું: «(ગિબત એટલે કે) તમારા ભાઈ વિશે તમે એવી વાત કહો જે તેને પસંદ ન હોય

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «શું તમે જાણો છો કે ગિબત કોને કહે છે?», સહાબાઓએ કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધુ જાણે છે, આપ ﷺ એ કહ્યું: «(ગિબત એટલે કે) તમારા ભાઈ વિશે તમે એવી વાત કહો જે તેને પસંદ ન હોય», પૂછવામાં આવ્યું કે જો તે વાત ખરેખર તેની અંદર હોય તો પણ? નબી ﷺ એ કહ્યું: «જે વાત તમે તેના વિશે કહી રહ્યા હોય અને જો તેનામાં એવું જ હોય તો તે જ ગિબત છે અને જો તેનામાં એ પ્રમાણે ન હોય તો પછી બોહતાન (આરોપ) છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ એ જણાવ્યું કે ગિબત વસ્તુ હરામ છે, અને તે એ કે કોઈ ગેરહાજર મુસ્લિમ વ્યક્તિ વિશે એવી વાર્તાલાપ કરવી, જે તે પસંદ ન કરતો હોય, તેના બાળપણની કોઈ આદત વિશે વાર્તાલાપ હોય કે તેની શરીરની બનાવટ પર કોઈ વાતચીત હોય, બન્ને બરાબર છે, જેવું કે કાણો, ધોકેબાજ, જૂઠો, આ પ્રમાણેના ખરાબ લક્ષણો, ભલેને તેની અંદર આ બધા લક્ષણો હોય. અને જો તે લક્ષણો તેનામાં ન હોય તો તે ગિબત કરતા પણ વધુ ખતરનાક છે, અને તે બોહતાન (આરોપ) જેવો ગુનોહ છે, અર્થાત્ તમે તે વસ્તુ પર આરોપ મૂકી રહ્યા છો, જે તેનામા છે જ નહીં.

فوائد الحديث

આ હદીષમાં આપ ﷺ નો શિક્ષા આપવાનો તરીકો કે આપ કોઈ બાબતને સવાલ કરી સમજાવતા હતા.

સહાબાઓનું આપ ﷺ સાથેનું સુંદર વર્તન કે સારા અંદાજમાં આપ ﷺને કહ્યું: અલ્લાહ અને તેનો રસૂલ વધુ જાણે છે.

જેને સવાલ કરવામાં આવી રહ્યો છે, જો તે સવાલનો જવાબ ન જાણતો હોય તો તે કહે "અલ્લાહુ અઅલમ" (અલ્લાહુ વધુ જાણે છે).

ઇસ્લામી શરીઅતે અધિકારોનો રક્ષા કરી તથા લોકો વચ્ચે ભાઈચારો જણવાઈ રહે અને એક આદર્શ સમાજ બનાવવાનું કામ કર્યું છે.

ગિબત ખરેખર હરામ છે, કેટલીક હિકમત વાળી પરિસ્થિતિઓને છોડીને, જેમાંથી: જુલમને દૂર કરવા માટે, પીડિત વ્યક્તિને જ્યારે તેના પર જુલમ થાય અને તે પોતાનો હક મેળવી ન શકતો હોય તો તે જાલિમ માટે કહી શકે છે: મારા પર ફલાણા વ્યક્તિએ જુલમ કર્યો છે, અથવા તેણે મારી સાથે આવું કર્યું, તેમાંથી એક લગ્ન વિશે, ભાગીદારી વિશે અથવા પાડોશી વિશે કોઈ મશવરો પૂછવામાં આવે તો આમ કરવું જાઈઝ છે.

التصنيفات

વાતચીત કરવા તેમજ ચૂપ રહેવાના આદાબ