જે વ્યક્તિ મને પોતાના બંને જડબાની વચ્ચેની વસ્તુ (જુબાન) અને પોતાના બંને પગની વચ્ચેની વસ્તુ એટલે કે (ગુપ્તાંગ) ની…

જે વ્યક્તિ મને પોતાના બંને જડબાની વચ્ચેની વસ્તુ (જુબાન) અને પોતાના બંને પગની વચ્ચેની વસ્તુ એટલે કે (ગુપ્તાંગ) ની સુરક્ષાની બાંયધરી આપે, તો હું તેને જન્નતની બાંયધરી આપું છું

સહલ બિન રઝી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે નબી સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે કહ્યું: «જે વ્યક્તિ મને પોતાના બંને જડબાની વચ્ચેની વસ્તુ (જુબાન) અને પોતાના બંને પગની વચ્ચેની વસ્તુ એટલે કે (ગુપ્તાંગ) ની સુરક્ષાની બાંયધરી આપે, તો હું તેને જન્નતની બાંયધરી આપું છું».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ બે વાતો વિશે જણાવ્યું કે જેનું ધ્યાન રાખનાર જન્નતમાં દાખલ થશે, પહેલું: જબાનને એવા શબ્દોથી સુરક્ષિત રાખવી જેનાથી અલ્લાહ નારાજ થાય છે, બીજું: ગુપ્તાંગને વ્યભિચારથી સુરક્ષિત રાખવું; કારણકે શરીરના આ બંને ભાગના કારણે જ વધુ ગુનાહ થતા હોઈ છે.

فوائد الحديث

જબાન તથા ગુપ્તાંગની સુરક્ષા કરવી જન્નતમાં દાખલ થવાનું કારણ છે.

નબી ﷺ એ જબાન અને ગુપ્તાંગનો ખાસ કરીને ઉલ્લેખ કર્યો; કારણકે આ બંને અંગો દ્વારા જ માનવીની દુનિયા અને આખિરતમાં કસોટી કરવામાં આવે છે.

التصنيفات

જન્નત અને જહન્નમની લાક્ષણિકતા