?ચાડી કરનાર જન્નતમાં દાખલ નહીં થાય

?ચાડી કરનાર જન્નતમાં દાખલ નહીં થાય

હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «ચાડી કરનાર જન્નતમાં દાખલ નહીં થાય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે લોકો વચ્ચે ફસાદ ફેલાવનાર વ્યક્તિ, જે લોકોના સંબંધ ખત્મ કરવા માટે એકબીજાની વાતોને આમતેમ કરતો હોય છે, તેના માટે સખત ચેતવણી છે, કે તે જન્નતમાં દાખલ નહીં થાય.

فوائد الحديث

ચાડી કરવી કબીરહ ગુનાહો માંથી એક છે.

આ હદીષમાં ચાડી કરવા પર રોક લગાવવામાં આવી છે: તેનાથી સંબંધો ખરાબ થાય છે, તથા વ્યક્તિગત અને સમુદાયોણે નુકસાન પહોંચે છે.

التصنيفات

નિંદનીય અખલાક