તો અલ્લાહ તેને જન્નતમાં પ્રવેશ આપશે, ભલેને તેના અમલ કેવા પણ હોય

તો અલ્લાહ તેને જન્નતમાં પ્રવેશ આપશે, ભલેને તેના અમલ કેવા પણ હોય

ઉબાદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ ગવાહી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તે એક જ છે તેનો કોઈ ભાગીદાર નથી, મુહમ્મદ ﷺ તેના બંદા અને રસૂલ છે, ઈસા અલૈહિસ્ સલામ અલ્લાહના બંદા અને રસૂલ છે, એવી જ રીતે તેનો તે કલિમો છે, જે તેણે મરયમ સુધી પહોંચાડ્યો હતો અને તેના તરફથી એક રુહ છે, જન્નત સાચે જ છે, જહન્નમ પણ સાચે જ છે, તો અલ્લાહ તેને જન્નતમાં પ્રવેશ આપશે, ભલેને તેના અમલ કેવા પણ હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ આપણને જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ તૌહીદનો કલિમો પઢે અને તેના અર્થને સંપૂર્ણ સમજે અને તેના લક્ષણોને પુરા પાડે, અને મોહમ્મદ ﷺ પયગંબર હોવાની ગવાહી આપે, અને તેમને અલ્લાહના બંદા હોવાનો સ્વીકાર કરે, એવી જ રીતે ઈસા અલૈહિસ્ સલામ બાબતે તેજ ગવાહી આપે કે તેઓ અલ્લાહના બંદા અને પયગંબર છે, અને એ કે અલ્લાહએ તેમને "કુન" શબ્દ વડે પેદા કર્યા, અને એ કે નિઃશંક તેઓ એક પ્રાણ માંથી જ છે જેનું અલ્લાહએ સર્જન કર્યું, અને તેમની માતા સંપૂર્ણ તે વાતોથી મુક્ત છે, જે યહૂદી લોકો કહે છે, અને જન્નત પર અને જહન્નમ પર ઈમાન લાવે, તેમના અસ્તિત્વ પર ભરોસો કરતા અને એ કે તે બન્ને માંથી એક અલ્લાહની નેઅમત છે અને એક તેનો અઝાબ છે, અને જો તે ઉપરોક્ત વાતો પર મૃત્યુ પામ્યો તો તેનું ઠેકાણું જન્નત હશે, ભલેને તેણે અમલ કરવામાં કચાસ રાખી હોય, અને તેણે ગુનાહ પણ કર્યા હોય.

فوائد الحديث

અલ્લાહ તઆલા ઈસા અલૈહિસ્ સલામને પિતા વગર પોતાના (કુન) શબ્દ વડે પેદા કર્યા.

ઈસા અલૈહિસ્ સલામ અને મુહમ્મદ ﷺ નું સંયોજન દર્શાવે છે કે તે બન્ને અલ્લાહના બંદા અને પયગંબરો છે, બન્ને રસૂલ છે, તેમને જૂઠલાવવામાં ન આવે, તે બન્ને બંદા છે તેમની ઈબાદત કરવામાં ન આવે.

તૌહીદનું મહત્વ કે તેના વડે ગુનાહ માફ કરી દેવામાં આવે છે, અને એ કે તૌહીદનો સ્વીકાર કરનારનું ઠેકાણું જન્નત છે, ભલેને તેના દ્વારા થોડાક ગુનાહ પણ કેમ ન થયા હોય.

التصنيفات

સર્વ શ્રેષ્ઠ અલ્લાહ પર ઈમાન, આખિરતના દિવસ પર ઈમાન, જન્નત અને જહન્નમની લાક્ષણિકતા