જ્યારે તમારા માંથી કોઈ વઝૂ કરે તો તે પોતાના નાકમાં પાણી નાખી તેને બરાબર સાફ કરે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ…

જ્યારે તમારા માંથી કોઈ વઝૂ કરે તો તે પોતાના નાકમાં પાણી નાખી તેને બરાબર સાફ કરે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ પથ્થર વડે પાકી પ્રાપ્ત કરે તો તે પથ્થરોનો ઉપયોગ એકી સંખ્યામાં કરે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે તમારા માંથી કોઈ વઝૂ કરે તો તે પોતાના નાકમાં પાણી નાખી તેને બરાબર સાફ કરે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ પથ્થર વડે પાકી પ્રાપ્ત કરે તો તે પથ્થરોનો ઉપયોગ એકી સંખ્યામાં કરે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ સૂઈને ઉઠે તો તે વાસણમાં હાથ નાખતા પહેલા પોતાના હાથ ધોઈ લે; કારણકે તમારા માંથી કોઇ નથી જોતુ કે તેના હાથે રાત ક્યાં પસાર કરી છે». અને મુસ્લિમની હદીષના શબ્દો છે: «જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ સૂઈને ઉઠે તો તે વાસણમાં હાથ નાખતા પહેલા પોતાના હાથ ત્રણ વખત ધોઈ લે; કારણકે તમારા માંથી કોઇ નથી જંતુ કે તેના હાથે રાત ક્યાં પસાર કરી છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ પાકી પ્રાપ્ત કરવાના કેટલાક તરીકા વર્ણન કર્યા છે, જેમાંથી અમુક નીચે મુજબ છે: પહેલો તરીકો: જે વ્યક્તિ વઝૂ કરે તો તે પોતાના નાકમાં પાણી નાખે, ફરી તેને બહાર કાઢી લે. બીજો તરીકો: જે વ્યક્તિ પોતાના શરીર માંથી નીકળવા વાળી ગંદકીને પાણી વગર અન્ય વસ્તુ વડે દૂર કરવા ઇચ્છતો હોય, જેમકે પથ્થર વગેરે તો તે તેનો ઉપયોગ એકી સંખ્યામાં કરે, જેની ઓછામાં ઓછી સંખ્યા ત્રણ છે, અને તેનાથી વધારે પણ ઉપયોગ કરી શકે છે, જેના વડે તે ગંદકીને સાફ કરે છે. ત્રીજો તરીકો: જ્યારે કોઈ વ્યક્તિ સૂઈને ઉઠે તો તે વઝૂ કરવા માટે વાસણમાં હાથ ન નાખે અહીં સુધી કે તેને વાસણની બહાર ત્રણ વખત ધોઈ લે; કારણકે કોઇ નથી જાણતુ કે તેના હાથે ક્યાં રાત પસાર કરી છે, અને તે ગંદકીથી સુરક્ષિત નહીં રહી શકે, અને શક્ય છે કે શૈતાને તેની સાથે રમત કરી હોય અને તેના હાથને તે જગ્યા પર લઇ ગયો હોય જે માનવી માટે નુકસાન કારક હોય અથવા તે પાણીને ખરાબ કરનારી હોય.

فوائد الحديث

વઝૂમાં ઇસ્તિનશાક કરવું જરૂરી છે અને તે એ રીતે કે પાણી લઈને તેને નાકમાં નાખવું, એવી જ રીતે ઇસ્તિનષાર કરવું પણ વાજિબ છે, અને તે: પાણીને નાક માંથી બહાર કાઢવું.

પથ્થરોનો એકી સંખ્યામાં ઉપયોગ કરવો જાઈઝ છે.

શરીઅતે સૂઈને ઉઠીને બંને હાથ ત્રણ વખત ધોવા જાઈઝ કર્યા છે.

التصنيفات

પેશાબ પાખાનાના અદબ, વુઝુ, સૂવા તેમજ સૂઈને ઉઠવાના આદાબ