જે વ્યક્તિ પોતાના ભાઈની (તેની ગેરહાજરીમાં) તેની ઇઝ્ઝતનો બચાવ કરશે, તો અલ્લાહ તઆલા તેના ચહેરાને જહન્નમની આગથી દૂર…

જે વ્યક્તિ પોતાના ભાઈની (તેની ગેરહાજરીમાં) તેની ઇઝ્ઝતનો બચાવ કરશે, તો અલ્લાહ તઆલા તેના ચહેરાને જહન્નમની આગથી દૂર કરશે

અબૂ દરદાઅ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ પોતાના ભાઈની (તેની ગેરહાજરીમાં) તેની ઇઝ્ઝતનો બચાવ કરશે, તો અલ્લાહ તઆલા તેના ચહેરાને જહન્નમની આગથી દૂર કરશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ પોતાના મુસ્લિમ ભાઈની ગેરહાજરીમાં તેની ઇઝ્ઝત અને તેના માન સન્માનનો બચાવ કરે છે તો અલ્લાહ તઆલા કયામતના દિવસે તેનાથી અઝાબને દૂર કરશે.

فوائد الحديث

મુસલમાન ભાઈ વિશે તેની ગેરહાજરીમાં તેના માંન સન્માનને નુકસાન પહોંચાડનારી વાતચીત કરવા પર રોક લગાવી.

અમલ પ્રમાણે બદલો આપવામાં આવશે, જે વ્યક્તિ પોતાના ભાઈની ઇઝ્ઝતનો બચાવ કરશે તો અલ્લાહ તઆલા ક્યામતના દિવસે તેનાથી જહન્નમ દૂર કરશે.

ઇસ્લામ ભાઈચારાનો અને એકબીજાની મદદ કરવાનો દીન છે.

التصنيفات

મહત્ત્વતાઓ અને અદબો, પ્રસંશનીય અખલાક