إعدادات العرض
શક્તિશાળી તે નથી, જે પહેલવાન હોય, પરંતુ શક્તિશાળી તે છે, જે ગુસ્સાના સમયે પોતાના પર કાબુ ધરાવતો હોય
શક્તિશાળી તે નથી, જે પહેલવાન હોય, પરંતુ શક્તિશાળી તે છે, જે ગુસ્સાના સમયે પોતાના પર કાબુ ધરાવતો હોય
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે, નબી ﷺ એ કહ્યું: «શક્તિશાળી તે નથી, જે પહેલવાન હોય, પરંતુ શક્તિશાળી તે છે, જે ગુસ્સાના સમયે પોતાના પર કાબુ ધરાવતો હોય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Bahasa Indonesia Tagalog Türkçe اردو 中文 हिन्दी Français Kurdî Hausa Português മലയാളം తెలుగు Kiswahili தமிழ் සිංහල မြန်မာ Русский Deutsch 日本語 پښتو Tiếng Việt অসমীয়া Shqip Svenska Čeština Yorùbá Nederlands ئۇيغۇرچە دری Fulfulde Magyar ಕನ್ನಡ Кыргызча Lietuvių or Română Kinyarwanda Српски O‘zbek Moore नेपाली Wolof Soomaali Български Українська Azərbaycan ქართული тоҷикӣ bm Македонски Ελληνικά ភាសាខ្មែរ አማርኛ Malagasy Oromooالشرح
આ હદીષમાં આપ ﷺ એ જણાવ્યું કે સાચી શક્તિ શક્તિશાળી શરીરનું હોવું નથી, અથવા તે શક્તિશાળી નથી, જે લડાઈમાં બીજાને પછાડી દે, પરંતુ સાચી શક્તિ તો તે છે, જે ગુસ્સાના સમયે પોતાના નફસ પર મહેનત કરી તેના પર કાબુ મેળવી લે, કારણકે આ વસ્તુ તેને પોતાના નફસ પર નિયંત્રણ અને શેતાન પર વિજય મેળવવાની દલીલ છે.فوائد الحديث
ગુસ્સાના સમયે નફસ પર કાબુ અને સહનશીલતાની મહત્ત્વતા, અને તે સારા કાર્યો માંથી એક છે, જેના પર ઇસ્લામ પ્રોત્સાહિત કરે છે.
ગુસ્સાના સમયે પોતાના નફસને કાબુ રાખવો દુષ્મન સાથે લડાઈ કરવાથી વધુ સખત છે.
ઇસ્લામે અજ્ઞાનતાના સમયમાં શક્તિની જે વ્યાખ્યા લોકો સમજતા હતા તેને સુંદર અખલાકથી બદલી દીધી, ઇસ્લામની દ્રષ્ટિએ સૌથી શક્તિશાળી વ્યક્તિ તે છે, જે પોતાના નફસ પર કાબુ મેળવી લે.
ગુસ્સો કરવાથી દૂર રહેવું; કારણકે તેને દ્વારા શારીરિક અને સામાજિક નુકસાન થાય છે.
التصنيفات
પ્રસંશનીય અખલાક