અલ્લાહની સૌથી નજીક દુષ્ટ વ્યક્તિ તે છે, જે હમેંશા ઝઘડો કરવાવાળો હોય

અલ્લાહની સૌથી નજીક દુષ્ટ વ્યક્તિ તે છે, જે હમેંશા ઝઘડો કરવાવાળો હોય

આયશા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહની સૌથી નજીક દુષ્ટ વ્યક્તિ તે છે, જે હમેંશા ઝઘડો કરવાવાળો હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે સૌથી વધુ દુષ્ટ વ્યક્તિ અલ્લાહની નજીક તે છે સૌથી વધારે ઝઘડો કરનાર હોય, જે સત્ય વાતનો સ્વીકાર નથી કરતો, અથવા તે પોતાની દલીલો આપી તેની સાથે ઝઘડો કરતો હોય, સત્ય સાથે તકરાર કરે છે અને દુશ્મની વધારે છે અને મધ્યસ્થ માર્ગથી હટી જાય છે, અને ઇલ્મ વગર સીમાઓ પર કરે છે.

فوائد الحديث

પીડિત વ્યક્તિનું શરીઅતની હદમાં રહી જો પોતાનો અધિકાર મેળવે તો કઈ વાંધો નથી.

લડાઈ ઝઘડો જબાનની આપત્તિઓ માંથી છે, જે મુસલમાન વચ્ચે નફરત ફેલાવવાનું કારણ બને છે.

જો હક માટે સારી રીતે અને સારા તરીકા વડે યુદ્ધ કરવું જાઈઝ છે, બાતેલને સાબિત કરવા તેમજ હકનો ઇન્કાર કરતા લડવું અત્યંત દુષ્ટ કાર્ય છે, તેમજ કોઈ પુરાવા આપ્યા વગર, કોઈ દલીલ વગર લડવું.

التصنيفات

મહત્ત્વતાઓ અને અદબો, નિંદનીય અખલાક