?પાંચેય નમાઝો, એક જુમ્આથી લઈને બીજી જુમ્આ સુધી અને એક રમઝાનથી બીજા રમઝાન સુધી પોતાનાથી થયેલ ગુનાહોનો કફફ઼ારો બને…

?પાંચેય નમાઝો, એક જુમ્આથી લઈને બીજી જુમ્આ સુધી અને એક રમઝાનથી બીજા રમઝાન સુધી પોતાનાથી થયેલ ગુનાહોનો કફફ઼ારો બને છે શરત એ છે કે મોટા ગુનાહોથી બચવામાં આવે

અબુ હુરૈરહ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «પાંચેય નમાઝો, એક જુમ્આથી લઈને બીજી જુમ્આ સુધી અને એક રમઝાનથી બીજા રમઝાન સુધી પોતાનાથી થયેલ ગુનાહોનો કફફ઼ારો બને છે શરત એ છે કે મોટા ગુનાહોથી બચવામાં આવે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ આપણને જણાવે છે કે દિવસ અને રાત્રિ દરમિયાન અદા કરવામાં આવતી પાંચ ફરજિયાત નમાઝ, સપ્તાહમાં એક વખત શુક્રવારની નમાઝ અને વર્ષમાં એક વખત રખાયેલા રમઝાનના રોઝા, આ સમયગાળા દરમિયાન કરેલા નાના પાપો માટે કફ્ફારો (પ્રાયશ્ચિત) બની જાય છે, શરત એ છે કે મોટા પાપોથી બચવામાં આવે, વ્યભિચાર અને દારૂ પીવા જેવા મોટા પાપો, તો તે તૌબા વગર માફ કરવામાં નથી આવતા.

فوائد الحديث

ગુનાહોમાં કેટલાક નાના ગુનાહ હોય છે અને કેટલાક મોટા.

નાના ગુનાહ મોટા ગુનાહથી બચવાની શરતે માફ કરી દેવામાં આવે છે.

મોટા ગુનાહો તે ગુનાહો છે, જેના માટે શરીઅતે અમુક સજા નક્કી કરી હોય, જેના કારણે આખિરતમાં સજા અને અલ્લાહની નારાજગીની વાત વર્ણન કરવામાં આવી હોય, જે વ્યક્તિ તેને કરે છે તેને ધમકાવવામાં આવ્યો હોય અને તેના પર લઅનત કરવામાં આવી હોય, જેમ કે વ્યભિચાર અને મદ્યપાન વગેરે.

التصنيفات

મહત્ત્વતાઓ અને અદબો, મહત્ત્વતાઓ અને અદબો, નેક અમલ કરવાની મહ્ત્વતા, નેક અમલ કરવાની મહ્ત્વતા, નમાઝની મહ્ત્વતા, નમાઝની મહ્ત્વતા