ખરેખર આદમની સંતાનના દિલ અત્યંત દયાળુ અલ્લાહની બે આંગળીઓ વચ્ચે છે, એવી જ રીતે તે એક જ દિલ હોય, અને તે જેમ ઈચ્છે છે…

ખરેખર આદમની સંતાનના દિલ અત્યંત દયાળુ અલ્લાહની બે આંગળીઓ વચ્ચે છે, એવી જ રીતે તે એક જ દિલ હોય, અને તે જેમ ઈચ્છે છે તેને ફેરવતો રહે છે

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે તેમણે આપ ﷺને કહેતા સાંભળ્યા, નબી ﷺ કહી રહ્યા હતા: «ખરેખર આદમની સંતાનના દિલ અત્યંત દયાળુ અલ્લાહની બે આંગળીઓ વચ્ચે છે, એવી જ રીતે તે એક જ દિલ હોય, અને તે જેમ ઈચ્છે છે તેને ફેરવતો રહે છે», ફરી અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «"અલ્લાહુમ્મ મુસર્રિફલ્ કુલૂબ્ સર્રિફ કુલૂબના અલા તાઅતિક્" (હે દિલોને ઉલટ ફેર કરનાર! અમારા દિલોને તારા અનુસરણ તરફ ફેરવી દે)».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે ખરેખર આદમની દરેક સંતાનના દિલ અલ્લાહની બે આંગળીઓ વચ્ચે છે, જેમકે તે એક જ હોય, તે જેમ ઈચ્છે છે તેને ફેરવે છે, જો તે ઈચ્છે તો તેને સત્ય પર અડગ કરી દે અને જો તે ઈચ્છે તો તેને સત્યથી દૂર કરી દે, બસ તે દરેક દિલોને એવી રીતે ફેરવે છે કે તે ફક્ત એક જ હોય, અને તેનાથી પવિત્ર અલ્લાહને કોઈ પણ વ્યસ્તતા લાગું પડતી નથી, ફરી નબી ﷺએ દુઆ કરી અને કહ્યું: હે દિલોને ઉલતફેર કરનાર! ક્યારેક અનુસરણ તરફ ફેરવાવાળા તો ક્યારેક અવજ્ઞા તરફ ફેરવનાર, ક્યારેક ઝિક્ર તરફ ફેરવનાર તો ક્યારેક આળસ તરફ ફેરવાવાળા, અમારા દિલોને તારા અનુસરણ તરફ ફેરવી દે.

فوائد الحديث

તકદીરનો પુરાવો, તે એ કે અલ્લાહ પોતાના બંદાઓના દિલોને તેમની તકદીર પ્રમાણે ચલાવે છે, જે તેણે તેમના માટે લખી રાખી છે.

એક મુસલમાન વ્યક્તિએ કાયમ પોતાના પાલનહાર પાસે હિદાયત અને સત્ય માર્ગ પર અડગ રહેવાનો સવાલ કરતાં રહેવું જોઈએ.

અલ્લાહનો ભય અને તેની સાથે લગાવ, જેનો કોઈ ભાગીદાર નથી.

ઈમામ આજુરી રહિમહુલ્લાહએ કહ્યું: સત્ય લોકો અલ્લાહના ગુણોને તે પ્રમાણે જ વર્ણન કરે છે, જે પ્રમાણે અલ્લાહએ વર્ણન કર્યા છે, અથવા જે પ્રમાણે તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ વર્ણન કર્યા છે, અથવા જે પ્રમાણે સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ વર્ણન કર્યા છે, આ તે આલિમોના મત છે, જેમણે તેમનું અનુસરણ કર્યું અને બિદઅત ન કરી. તેમની વાત પૂર્ણ થઈ. જેથી અહલે સુન્નત વલ્ જમાઅત અલ્લાહના નામો અને ગુણોને તેમાં ફેરફાર, ઇન્કાર, ઉદાહરણ, અને સમાનતા વગર સાબિત કરે છે, અને તેઓ અલ્લાહ તરફથી તે વસ્તુને નકારે છે, જેને અલ્લાહએ નકારી છે, અને તે બાબતોમાં ચૂપ રહે છે, જેના વિષે સાબિત કરવા અથવા નકારવા બાબતે કોઈ વાત વર્ણન કરવામાં નથી આવી, અલ્લાહ તઆલાએ કહ્યું: {કોઈ વસ્તુ તેના જેવી નથી, અને તે સાંભળવાવાળો અને જોવાવાળો છે}.

التصنيفات

પ્રખ્યાત દુઆઓ