إعدادات العرض
સૌ પ્રથમ જૂથ જે જન્નતમાં પ્રવેશ કરશે, તેમના ચહેરા ચાંદની રાતમાં રોશનીની માફક પ્રકાશિત હશે, ત્યારબાદ જે લોકો…
સૌ પ્રથમ જૂથ જે જન્નતમાં પ્રવેશ કરશે, તેમના ચહેરા ચાંદની રાતમાં રોશનીની માફક પ્રકાશિત હશે, ત્યારબાદ જે લોકો પ્રવેશ કરશે, તેમના ચહેરા આકાશમાં સૌથી વધારે ચમકતા તારાની માફક ચમકદાર હશે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સૌ પ્રથમ જૂથ જે જન્નતમાં પ્રવેશ કરશે, તેમના ચહેરા ચાંદની રાતમાં રોશનીની માફક પ્રકાશિત હશે, ત્યારબાદ જે લોકો પ્રવેશ કરશે, તેમના ચહેરા આકાશમાં સૌથી વધારે ચમકતા તારાની માફક ચમકદાર હશે, ન તો તેમને પેશાબની જરૂર હશે અને ન તો હાજતની, ન તો તેઓને થુંક આવશે અને ન તો નાક માંથી લેંટ, તેમના કાંસકા સોનાના હશે, તેમનો પસીનો કસ્તુરીની સુગંધ જેવો હશે, તેમની વીંટીઓમાં સુગંધીત ઊદ સળગતું હશે, તેમની પત્નીઓ મોટી આંખો વાળી હૂર હશે, દરેકના ચહેરા એક જેવા હશે, અર્થાત્ પોતાના પિતા આદમની જેમ, તેમની લંબાઈ સાઈઠ હાથ ઊંચી હશે».
الترجمة
العربية Tiếng Việt অসমীয়া Nederlands Bahasa Indonesia Kiswahili አማርኛ Hausa සිංහල ไทย Englishالشرح
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખબર આપી રહ્યા છે, જન્નતમાં પ્રવેશ કરનાર મોમિનોનું પહેલું જૂથ, તેમના ચહેરા ચાંદની રાતમાં ચમકતી રોશનીના જેવા હશે, તેમના પછી પ્રવેશ કરનાર જૂથના ચહેરા આકાશમાં જે સૌથી વધારે ચમકેલા તારા છે, તેમના પ્રકાશ જેવા હશે, તેમને ઘણા લક્ષણો હશે, જેવું કે તેમને પેશાબ અને હાજતની સહેજ પણ જરૂર નહીં પડે, ન તો તેમને થુંક આવશે, અને ન તો તેમને નાક માંથી લેંટ (ગંદકી) આવશે, તેમના કાંસકા સોનાના હશે, તેમના પસીના માંથી મુશક જેવી કિંમતી ખુશ્બુ આવતી હશે, તેમની વિટીઓ માંથી સુંદર બખૂરની ખુશ્બૂ આવતી હશે, તેમની પત્નીઓ મોટી આંખો વાળી હુરો હશે, તેમના એક જ જેવા ચહેરા હશે, તેમના પિતા બાબા આદમ જેવા ચહેરા હશે લંબાઈ અને પહોળાઈમાં, તેમના શરીરની ઊંચાઈ આકાશમાં સાઈઠ હાથ બરાબર હશે.فوائد الحديث
જન્નતી લોકોના ગુણોનું વર્ણન, તેમના ગુણોમાં તેમના દરજ્જા અને અમલ પ્રમાણે તફાવત જોવા મળશે.
અર્થ અને સમજૂતી માટે તેની નજીકના અર્થનું ઉદાહરણ આપી શકાય છે.
ઈમામ કુર્તુબી રહિમહુલ્લાહએ કહ્યું: શું એમ કહી શકાય છે કે તેઓને કાંસકો કરવાની શું જરૂર છે, જ્યારે કે તેઓ હંમેશા યુવાન હશે અને તેમના વાળ સુંદર જ હશે?! તેમજ બખૂરની સુગંધ શું જરૂર છે, જ્યારે કે તેમના પસીનાની સુગંધ કસ્તુરીની જેમ, જે ખૂબ જ સુગંધિત છે?! તેમણે કહ્યું: જવાબ એ છે કે જન્નતી લોકોનું સુખ - જેમ કે ખાવું, પીવું, વસ્ત્રો અને સુગંધ - ભૂખ, તરસ, નગ્નતા અથવા અપ્રિય દુર્ગંધના દુઃખથી પ્રેરિત નથી, તેના બદલામાં, આ ક્રમિક આનંદ અને સતત નેઅમતો છે, તેની હિકમત એ છે કે તેઓ આ દુનિયામાં જે આનંદ માણતા હતા તેવી જ વસ્તુઓનો આનંદ ત્યાં માણશે.