إعدادات العرض
જે વ્યક્તિ પણ મક્કાહના હરમમાં જુલમ કરવાનો ઇરાદો કરશે, ભલે તે અદન (યમનના એક શહેર)નો રહેવાસી કેમ ન હોય, તો અલ્લાહ તેને…
જે વ્યક્તિ પણ મક્કાહના હરમમાં જુલમ કરવાનો ઇરાદો કરશે, ભલે તે અદન (યમનના એક શહેર)નો રહેવાસી કેમ ન હોય, તો અલ્લાહ તેને દુ:ખદાયી અઝાબ આપશે
અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા રિવાયત કરે છે: સર્વશક્તિમાન અલ્લાહની આ આયત વિષે: {જે કોઈ જુલમ કરતા મસ્જિદે હરામમાં અવજ્ઞા કરશે, આવા લોકોને અમે દુ:ખદાયી અઝાબ ચખાડીશું} [અલ્ હજ્જ: ૨૫] કહ્યું: «જે વ્યક્તિ પણ મક્કાહના હરમમાં જુલમ કરવાનો ઇરાદો કરશે, ભલે તે અદન (યમનના એક શહેર)નો રહેવાસી કેમ ન હોય, તો અલ્લાહ તેને દુ:ખદાયી અઝાબ આપશે».
الترجمة
العربية Tiếng Việt Bahasa Indonesia Nederlands Kiswahili অসমীয়া English සිංහල Magyar ქართული Hausa Română ไทย Português मराठी ភាសាខ្មែរ دری አማርኛ বাংলা Kurdîالشرح
અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુએ અલ્લાહ તઆલાની આ આયત વિષે જણાવ્યું: {જે કોઈ જુલમ કરતા મસ્જિદે હરામમાં અવજ્ઞા કરશે, આવા લોકોને અમે દુ:ખદાયી અઝાબ ચખાડીશું} [અલ્ હજ્જ: ૨૫] કહ્યું: જો કોઈ વ્યક્તિ મક્કાહના હરમમાં કોઈ ખરાબ કામ કરવાનો ઇરાદો કરે, અને પોતાની જુબાન વડે હરમની પવિત્રતાનું ઉલંઘન કરવાનો ઇરાદો કરે અથવા અત્યાચાર રૂપે કતલ કરે તે જુલમ છે, અને જે આ પ્રમાણેનો ઇરાદો તે યમનમાં આવેલા અદન શહેરમાં રહી કરે, તો તે તેના કારણે અલ્લાહના દુ:ખદાઈ અઝાબનો હકદાર બની જાય છે, ભલેને તે તે કાર્ય ન કરે, તેનો ઇરાદો અઝાબ માટે પૂરતો છે.فوائد الحديث
હરમની વિશેષતા અને તેની પવિત્રતાનું વર્ણન.
ઈમામ સઅદી રહિમહુલ્લાહએ કહ્યું: આ આયતમાં જણાવામાં આવ્યું કે હરમનું સન્માન કરવું વાજિબ (અનિવાર્ય) છે, અને જે વ્યક્તિ તેમાં ખરાબ કામ કરવાનો ઇરાદો કરશે તો તેને સખત ચેતવણી આપવામાં આવી છે.
ઈમામ ઝહ્હાક રહિમહુલ્લાહએ કહ્યું: જો કોઈ વ્યક્તિ અન્ય શહેરમાં રહી મક્કાહમાં ગુનોહ કરવાનો ઇરાદો કરશે, તો તે ગુનોહ તેના નામે લખવામાં આવશે, ભલેને તેને તે ન કરે.
التصنيفات
કુરઆન ઉતરવાના કારણો