إعدادات العرض
સાત પ્રકારના લોકોને અલ્લાહ તઆલા (પોતાના અર્શના) છાંયડામાં રાખશે, જે દિવસે તેના સિવાય બીજો કોઈ છાંયડો નહીં હોય
સાત પ્રકારના લોકોને અલ્લાહ તઆલા (પોતાના અર્શના) છાંયડામાં રાખશે, જે દિવસે તેના સિવાય બીજો કોઈ છાંયડો નહીં હોય
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સાત પ્રકારના લોકોને અલ્લાહ તઆલા (પોતાના અર્શના) છાંયડામાં રાખશે, જે દિવસે તેના સિવાય બીજો કોઈ છાંયડો નહીં હોય: ન્યાય કરનાર શાસક, તે યુવાન જેની યુવાની અલ્લાહની ઈબાદતમાં પસાર થઈ હોય, એવો વ્યક્તિ જેનું દિલ હમેંશા મસ્જિદ સાથે જોડાયેલું હોય, બે એવા વ્યક્તિ, જેઓ ફક્ત અલ્લાહ ખાતર એકબીજાથી મોહબ્બત કરતા હોય, તેના માટે જ ભેગા થતા હોય અને અલગ થતાં હોય, એક એવો વ્યક્તિ, જેને એક સુંદર અને ઉચ્ચ ખાનદાનની સ્ત્રીએ બોલાવ્યો હોય અને તેણે જવાબ આપ્યો હોય: હું અલ્લાહથી ડરુ છું, તે વ્યક્તિ, જે સદકો કરે અને એટલા અંશ સુધી છુપાવીને રાખે કે ડાબા હાથને પણ તે વાતની જાણ નથી થવા દેતો કે જમણા હાથે શુ સદકો કર્યો છે, અને તે વ્યક્તિ, જે અલ્લાહને એકાંતમાં યાદ કરે અને તેની આંખો માંથી આંસુ નીકળી આવે છે».
الترجمة
العربية Tiếng Việt অসমীয়া Bahasa Indonesia Nederlands Kiswahili አማርኛ Hausa සිංහල ไทย Englishالشرح
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સાત પ્રકારના મોમિનોને ખુશખબર આપી કે તેમને અલ્લાહ તઆલાના અર્શનો છાંયડો નસીબ થશે, જ્યારે કે તે દિવસે તેના સિવાય બીજો કોઈ છાંયડો નહીં હોય: પહેલો: ન્યાયી શાસક, તે પોતે સદાચારી હોય, જે પ્રજા પર અત્યાચાર કર્યા વગર ન્યાય કરતો હોય, જેની પાસે એક મોટો અધિકાર હોય છે, આ ખુશખબરનો હક તે દરેક વ્યક્તિ ધરાવે છે, જે મુસલમાનના કોઈ કાર્યનો જવાબદાર હોય અને તે પોતાની જવાબદારીમાં ન્યાયથી કામ લેતો હોય. બીજો: તે યુવાન જેણે પોતાની યુવાનીનો સમય અલ્લાહની ઈબાદતમાં પસાર કર્યો હોય, અને ઈબાદત ચપળતા સાથે કરી હોય, અહીં સુધી કે તેનું મૃત્યુ થઈ ગયું. ત્રીજો: જેનું દિલ મસ્જિદ સાથે જોડાયેલું છે, જ્યારે તે મસ્જિદ માંથી નીકળે, તો તેની મસ્જિદ સાથે અતિશય મોહબ્બત કરવાના કારણે પાછું આવવાનું મન થતું હોય, મસ્જિદમાં વારંવાર હાજરી તેના દિલમાં સતત શાંતિ પહોંચાડે છે, ભલેને તે શારીરિક રૂપે તેનાથી બહાર જ કેમ ન હોય. ચોથો: તે બે વ્યક્તિ જેમણે ફક્ત અલ્લાહ ખાતર એકબીજા સાથે સાચી મોહબ્બત કરી, અને દીની મોહબ્બતને જોડેલી રાખી, અને કોઈ દુન્યવી કારણે તેને ન છોડી, ભલેને તેઓ વાસ્તવમાં ભેગા થતાં હોય કે ન થતાં હોય, અહીં સુધી કે મૃત્યુ તેમને અલગ કરી દે. પાંચમો: તે વ્યક્તિ જેને એક સ્ત્રી તેને સામે ચાલીને વ્યભિચાર કરવા તરફ આકર્ષિત કરે, અને તે ખૂબ જ સુંદર, ઉચ્ચ ખાનદાન, તેમજ તેની પાસે માલ પણ હોય, અને તે વ્યક્તિએ તેને ઇન્કાર કરી અને કહ્યું હોય: હું અલ્લાહથી ડરું છું. છઠ્ઠો: તે વ્યક્તિ, જે થોડોક જ સદકો કરે અથવા પુષ્કળ પ્રમાણેમાં સદકો કરે, કોઈને દેખાડા માટે ન હોય, પરંતુ એટલા અંશ સુધી કે તેના ડાબા હાથને ખબર ન હોય કે જમણા હાથે શું ખર્ચ કર્યું છે. સાતમો: તે એવો વ્યક્તિ જે અલ્લાહ તઆલાને એકાંતમાં દિલથી યાદ કરે અને જબાનથી ઝિકર સાથે યાદ કરે તો તેની મહાનતાના ભયથી તેની આંખ માંથી આંસુ નીકળી જાય.فوائد الحديث
હદીષમાં વર્ણવેલ સાત પ્રકારના લોકોની મહત્ત્વતા અને તેના પર અમલ કરવા પર પ્રોત્સાહન આપ્યું છે.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહ.એ "તેના છાંયડામાં" આ શબ્દ વિશે કહ્યું:તેનો અર્થ: તેના અર્શના છાંયડામાં, તેના પર સલમાન રઝી અલ્લાહુ અન્હુની હદીષ દ્વારા પુષ્ટિ થાય છે કે સઅદ બિન મન્સૂરની હસન દરજ્જાની રિવાયત છે: "સાત પ્રકાર ના લોકોને અર્શના છાંયડામાં અલ્લાહ તઆલા છાંયડો આપશે".
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આદિલ શબ્દની સૌથી શ્રેષ્ઠ સમજૂતી જે કરવામાં આવી તે એ કે દરેક બાબતમાં અલ્લાહના આદેશ પ્રમાણે નિર્ણય કરતો હોય, કોઈના પર અત્યાચાર કર્યા વગર અને આળસ કર્યા વગર, તેનું વર્ણન સૌ પ્રથમ કરવામાં આવ્યું લોકોના સામાન્ય ફાયદા માટે.
એક નમાઝ પછી બીજી નમાઝની રાહ જોવાની મહત્ત્વતા.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: અલ્લાહ માટે મોહબ્બત કરવા પર પ્રોત્સાહન અને તેની ભવ્ય કૃપાનું વર્ણન.
ખાનદાન અને સુંદરતાનું ખાસ વર્ણન એટલા માટે કે આ બન્ને વસ્તુઓના કારણે માણસ વધુ આકર્ષિત થતો હોય છે, તે બન્નેની પ્રાપ્તિ અને તેને પ્રાપ્ત કરવું પણ અઘરું હોય છે.
સદકો કરતી વખતે શ્રેષ્ઠ એ છે કે તેને છુપાવીને કરવામાં આવે જેથી રિયાકારીથી દૂર થઈ જવાય, જો કે શરીઅતે જાહેરમાં પણ સદકો કરવાનો આદેશ આપ્યો છે, જો રિયાકારી અને દેખાડાથી પાક હોય તો, તેમજ તેનો હેતુ અન્ય લોકોને સદકો કરવા પર ઉભારવા અને તેમનું અનુસરણ કરવા માટે કરી શકે છે તેમજ ઇસ્લામની શિક્ષાને ફેલાવવા માટે કરી શકે છે.
આ સાતેય લોકોએ અલ્લાહ તઆલા પાસે ઇખ્લાસ તેમજ પોતાની મનેચ્છાઓનો વિરોધ કરી આ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે.
આ શબ્દો "સાત પ્રકારના લોકો જે અલ્લાહના છાંયડા નીચે", અહીંયા સાત લોકો જ ખાસ નથી, પરંતુ અન્ય સહીહ હદીષો પ્રમાણે જોવા મળે છે, જેમનું વર્ણન અહીંયા કરવામાં નથી આવ્યું.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: હદીષમાં ફક્ત માનવીઓનું વર્ણન થયું છે, તો એવું ન સમજવું જોઈએ કે આ શ્રેષ્ઠતા સ્ત્રીઓ માટે નથી, પરંતુ સ્ત્રીઓ માટે પણ આ જ આદેશ છે, જ્યારે કે ઇમામૂન્ આદિલનો અર્થ ભવ્ય આગેવાની ન હોય, આના અર્થમાં તે સ્ત્રીને પણ સમાવેશ થાય છે, જેના બાળકો હોય અને તે દરેક વચ્ચે ન્યાય કરે, જ્યાં સુધી મસ્જિદની વાત છે તો તેમના માટે મસ્જિદ કરતા ઘરમાં નમાઝ પઢવી શ્રેષ્ઠ છે, એ સિવાય દરેક અમલમાં તે પુરુષ સાથે સરખામણી ધરાવે છે, અહીં સુધી કે એક સુંદર સ્ત્રીને બાદશાહ બોલાવે છે, તેની જરૂરત હોવા છતાંય તે અલ્લાહના ભયના કારણે ના પાડે છે.