આગના પાલનહાર સિવાય કોઈ પણ આગની સજા આપી શકતો નથી

આગના પાલનહાર સિવાય કોઈ પણ આગની સજા આપી શકતો નથી

ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમે એક સફરમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હતા, આપ પોતાની હાજત માટે ગયા, અમે નાનકડું (લાલ રંગનું) પંખી જોયું, જેની સાથે બે બચ્ચાઓ પણ હતા, અમે તેના બન્ને બચ્ચાઓને પકડી લીધા, તે પંખી આવીને તેમની ચારેય બાજુ ચક્કર લગાવવા લાગ્યું, એટલામાં જ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા અને કહ્યું: «આ પક્ષીના બચ્ચા લઈ કોણે તેને તકલીફ પહોંચાડી છે? તેને તેના બચ્ચાઓ પાછા આપી દો», પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કીડીઓનો એક દર જોયો જેને અમે બાળી નાખ્યો હતો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ દર કોણે બાળી નાખ્યો»? અમે કહ્યું: અમે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આગના પાલનહાર સિવાય કોઈ પણ આગની સજા આપી શકતો નથી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

અબ્દુલ્લાહ બિન્ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુએ એક કિસ્સો વર્ણન કર્યો કે અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે એક સફરમાં હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હાજત પુરી કરવા દૂર ગયા, સહાબાઓ એક લાલ રંગનું પક્ષી જોયું, જેની સાથે બે બચ્ચાઓ પણ હતા, અમે તે બન્ને બચ્ચાઓને લઈ લીધા, તે પક્ષી સહાબાની મજલીસમાં ચક્કર લગાવતું રહ્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા અને કહ્યું: તેના બાળકોને લઈ કોણે તે પક્ષીને તકલીફ આપી છે અને ડરાવી છે?! પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે બચ્ચાઓને પરત આપી દેવાનો આદેશ આપ્યો. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક કીડીનો દર જોયો જેમાં આગ લગાવી હતી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું કે અહીંયા આગ કોણે લગાવી? કેટલાક સહાબાઓએ કહ્યું: અમે. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને કહ્યું: કોઈ જીવિતને આગ દ્વારા સજા આપવી જાઈઝ નથી, ફક્ત અલ્લાહ માટે જ જાઈઝ છે, જે તેનો સર્જક છે.

فوائد الحديث

એકાંતમાં જઈ શૌચક્રિયા કરવી જોઈએ.

આ હદીષમાં જાનવરોને તેમના બચ્ચાઓને પકડી તેમને તકલીફ આપવાથી રોકવામાં આવ્યા છે.

કીડી તેમજ જંતુઓને આગથી બાળવા અમાન્ય છે.

પ્રાણીઓ પ્રત્યે કરુણા અને દયાનો આગ્રહ રાખવો, અને ઇસ્લામ આવું કરનાર સૌ પ્રથમ દીન છે.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જાનવરો પ્રત્યે કરુણા.

અગ્નિ દ્વારા સજા ફક્ત તેનો માલિક અલ્લાહ જ આપી શકે છે.

التصنيفات

જિહાદ કરવા માટેના આદાબ, ઇસ્લામમાં જાનવરોના અધિકારો