إعدادات العرض
આખિરતની મંજિલો માંથી કબર સૌ પ્રથમ મંજિલ છે, જો બંદાને ત્યાં છુટકારો મળી ગયો તો આવનારી દરેક મંજિલ તેના કરતાં વધારે…
આખિરતની મંજિલો માંથી કબર સૌ પ્રથમ મંજિલ છે, જો બંદાને ત્યાં છુટકારો મળી ગયો તો આવનારી દરેક મંજિલ તેના કરતાં વધારે સરળ બની જશે અને જો તેને ત્યાં છુટકારો ન મળ્યો તો આવનારી દરેક મંજિલ તેના કરતાં વધારે અઘરી હશે
ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુના આઝાદ કરેલ ગુલામ હાની રહિમહુલ્લાહ વર્ણન કરે છે, તેમણે કહ્યું: જ્યારે ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ કોઈ વ્યક્તિની કબર પર ઉભા રહેતા તો ખૂબ રડતા એટલું રડતા કે (આંસુઓના કારણે) તેમની દાઢી લીલી થઈ જતી, તેમને કહેવામાં આવ્યું કે તમે જન્નત અને જહન્નમના વર્ણન પર આટલું નથી રડતા જેટલું કબરના વર્ણન પર રડો છો? ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: નિ:શંક અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આખિરતની મંજિલો માંથી કબર સૌ પ્રથમ મંજિલ છે, જો બંદાને ત્યાં છુટકારો મળી ગયો તો આવનારી દરેક મંજિલ તેના કરતાં વધારે સરળ બની જશે અને જો તેને ત્યાં છુટકારો ન મળ્યો તો આવનારી દરેક મંજિલ તેના કરતાં વધારે અઘરી હશે».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Kurdî Tiếng Việt অসমীয়া Nederlands Kiswahili አማርኛ සිංහල ไทยالشرح
મુસલમાનોના અમીર ઉષ્માન બિન અફ્ફાન રઝી અલ્લાહુ અન્હુ જ્યારે પણ કબર પાસે ઉભા રહેતા ખૂબ રડતા અહીં સુધી કે તેમના આંસુઓથી તેમની દાઢી લીલી થઈ જતી, તો તેમને પૂછવામાં આવ્યું: જ્યારે જન્નત અને જહન્નમનું વર્ણન થાય છે તો તમે જન્નતની પ્રાપ્તિ માટે અને જહન્નમના ભયથી એટલા નથી રડતા, જેટલા કબર પર રડો છો? તો ઉષમાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: ખરેખર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: કબર આખિરતની મંજિલો માંથી સૌથી પહેલી મંજિલ છે, જે વ્યક્તિને ત્યાં છુટકારો મળી ગયો તો આવનારી દરેક મંજિલ તેના માટે આસાન થઈ જશે અને જો ત્યાં તેને અઝાબથી છુટકારો ન મળ્યો; તો તેના પછી દરેક મંજિલ પર સજા અને પકડ સખત થશે.فوائد الحديث
ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુનું અલ્લાહની મહાનતાનો સખત ભય, જો કે તેઓને દુનિયામાં જ જન્નતની ખુશખબર આપી દેવામાં આવી હતી.
કબર અને કયામતના વર્ણન પર રડવાથી કઈ વાંધો નથી.
કબરની નેઅમતો અને તેના અઝાબની પુષ્ટિ.
કબરના અઝાબથી ડરવું જોઈએ.
التصنيفات
કબરની ભયાનકતા