ત્રણ અથવા પાંચ વખત અથવા તેના કરતાં પણ વધારે બોરડીના પાંદડા પાણી સાથે ભેગા કરી તેનાથી ગુસલ આપો, અને છેલ્લી વખત…

ત્રણ અથવા પાંચ વખત અથવા તેના કરતાં પણ વધારે બોરડીના પાંદડા પાણી સાથે ભેગા કરી તેનાથી ગુસલ આપો, અને છેલ્લી વખત કપૂરથી અથવા તેના જેવી કંઈક વસ્તુથી, અને જ્યારે ગુસલ આપી તો મને જાણ કરો

ઉમ્મે અતિય્યહ રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: જ્યારે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની એક દીકરીની મૃત્યુ થયું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા અને કહ્યું: «ત્રણ અથવા પાંચ વખત અથવા તેના કરતાં પણ વધારે બોરડીના પાંદડા પાણી સાથે ભેગા કરી તેનાથી ગુસલ આપો, અને છેલ્લી વખત કપૂરથી અથવા તેના જેવી કંઈક વસ્તુથી, અને જ્યારે ગુસલ આપી તો મને જાણ કરો», જ્યારે ગુસલ આપી દેવામાં આવ્યું, તો આપને જાણ કરવામાં આવી, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની ઇઝાર આપી અને કહ્યું: «તેને પહેરાવી દો», અને ઉમ્મે અતિય્યહ રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: અમે તેના વાળની ત્રણ ચોટલીઓ બાંધી દીધી.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની દીકરી ઝૈનબ રઝી અલ્લાહુ અન્હાનું મૃત્યુ થયું, તો તેમને ગુસલ આપવા માટે સ્ત્રીઓ દાખલ થઈ તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે એકી સંખ્યામાં અર્થાત્ ત્રણ, પાંચ અથવા તેના કરતાં વધુ વખત બોરડીના પાંદડા વડે ગુસલ આપો, તેણીની જરૂરત પ્રમાણે, અને છેલ્લી વખત કપૂરથી ગુસલ આપો, અને જ્યારે ગુસલ આપી દો, તો મને જાણ કરો. જયારે ગુસલ આપી દીધું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક કપડું આપ્યું અને કહ્યું: આ કપડું તેના શરીર પર ઢાંકી દો, અને તેના વાળની ત્રણ ચોટલીઓ બાંધી દો.

فوائد الحديث

મુસ્લિમ મુર્તકને ગુસલ આપવું જરૂરી છે, અને તેનો હુકમ ફર્ઝે કિફાયા (થોડાક લોકો જો આ કાર્ય કરી લે તો પુરતું છે) છે.

મૃતક સ્ત્રીને ફક્ત સ્ત્રીઓ જ ગુસલ આપી શકે છે, અને પુરુષ વ્યક્તિને ફક્ત પુરુષ વ્યક્તિ જ ગુસલ આપી શકે છે, પરંતુ પતી-પત્ની એકબીજાને ગુસલ આપી શકે છે, તેમજ દાસી પોતાના માલિકને, આ પ્રમાણે દરેક ગુસલ આપશે.

ગુસલમાં ત્રણ વખત ધોવું જોઈએ, જો તે પૂરતું ન થાય તો પાંચ વખત અને તો પણ જરૂરત હોય, તો વધુ વખત પણ ધોઈ શકાય છે, ત્યાર પછી શરીર માંથી જે જગ્યાએથી ગંદકી નીકળતી હોય, તે જગ્યા ઢાંકવી અથવા બંધ કરવી.

ગુસલ આપનારે એકી સંખ્યામાં ધોવું જોઈએ, જેવું કે ત્રણ, પાંચ અથવા સાત વખત.

ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં ધોવામાં કોઈ હદ (સીમા) નક્કી કરવામાં નથી આવી, પરંતુ મૃતકની પાકી સૌથી અગત્યની છે પણ તેમાં એકી સંખ્યાનો ખ્યાલ કરતા ધોવું જોઈએ.

બોરડીના પાંદડા પાણીમાં પલાળીને ગુસલ આપવામાં આવે છે; કારણકે તે શરીરને પાક કરે છે અને મૃતકના શરીરને સખત કરે છે.

છેલ્લી વખત ધોતી વખતે મૃતક પર કપૂરની ખુશ્બુ લગાવવામાં આવે છે, જે શરીરને મજબૂતાઈ આપે છે અને શરીરને મંદ પડવા નથી દેતું.

ગુસલ આપતી વખતે જમણી બાજુથી શરૂ કરવું જોઈએ અને વઝૂના અંગો ધોવા જોઈએ.

મૃતકના વાળમાં કાસકો કરવો અને (જો સ્ત્રી) હોય તો ત્રણ ચોટલીઓ બાંધી તેને પાછળ કરવી જોઈએ.

મૃતકને ગુસલ આપતી વખતે મદદ કરવી જોઈએ જો જરૂરત હોય તો.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પવિત્ર વસ્તુઓથી તબર્રુક (બરકત) લઈ શકાય છે, જેવું કે કપડાં વગેરે, અને આ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે ખાસ છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સિવાય કોઈ પણ આલિમ અથવા સદાચારી વ્યક્તિથી આ રીતે તબર્રુક લેવામાં ન આવે, આ વસ્તુઓ તૌફીકી (અલ્લાહ તરફથી) છે, તેમજ સહાબા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સિવાય ક્યારેય અન્યથી તબર્રુક લેતા ન હતા, એટલા માટે અન્ય કોઈની વસ્તુથી તબર્રુક લેવું શિર્કનો સ્ત્રોત ગણવામાં આવશે અને ફિતનાનું કારણ બનશે.

જો કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિને સોંપવામાં આવેલ કાર્ય સોંપવાની લાયકાત હોય, તો તેને તે કામ સોંપવાની છૂટ છે.

التصنيفات

મૃતકનું ગુસલ (સ્નાન)