મેં આયશા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કર્યો, મેં કહ્યું: નબી સલ્લલ્લાહું અલૈહિ વસલ્લમ જ્યારે ઘરમાં દાખલ થતાં તો સૌથી …

મેં આયશા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કર્યો, મેં કહ્યું: નબી સલ્લલ્લાહું અલૈહિ વસલ્લમ જ્યારે ઘરમાં દાખલ થતાં તો સૌથી પહેલું કયું કાર્ય કરતાં? તો આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: મિસ્વાક (દાતણ) કરતાં

શુરૈહ બિન હાની રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં આયશા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કર્યો, મેં કહ્યું: નબી સલ્લલ્લાહું અલૈહિ વસલ્લમ જ્યારે ઘરમાં દાખલ થતાં તો સૌથી પહેલું કયું કાર્ય કરતાં? તો આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: મિસ્વાક (દાતણ) કરતાં.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શિક્ષાઓ માંથી એક છે કે જ્યારે દિવસ અથવા રાત દરમિયાન ઘરમાં દાખલ થતાં તો મિસ્વાક (દાતણ) કરતાં.

فوائد الحديث

દરેક સમયે મિસ્વાક (દાતણ) કરવું જાઈઝ છે, અને ખાસ કરીને તે સમયે મિસ્વાક કરવા પર ભાર આપવામાં આવ્યું છે, જેમાંથી: ઘરમાં દાખલ થતી વખતે, નમાઝના સમયે, વઝૂ કરતી વખતે, અને સૂઈને ઊઠીને અને જ્યારે પણ મોઢામાંથી દુર્ગંધ આવે ત્યારે મિસ્વાક કરવું.

આ હદીષ દ્વારા તાબઈનની નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પ્રત્યે દરેક સ્થિતિ વિષે જાણવાની ઉત્સુકતા, જેથી તેમનું અનુસરણ કરી શકે.

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘરવાળાઓ તથા અન્ય જાણીતા લોકો પાસેથી ઇલ્મ પ્રાપ્ત કરવું, અહી સુધી કે આયશા રઝી અલ્લાહુ અન્હાને ઘરમાં દાખલ થતી વખતની સ્થિતિ વિષે પણ સવાલ કરવામાં આવ્યો.

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો પોતાના ઘરવાળાઓ સાથે સારો વ્યવહાર, અહીં સુધી કે ઘરમાં દાખલ થઈ સૌથી પહેલા મિસ્વાક (દાતણ) કરતાં.

التصنيفات

પ્રાકૃતિક સુન્નતો