તમે પોતાના ભાઈની મદદ કરો, ભલે તે જાલિમ હોય કે પીડિત

તમે પોતાના ભાઈની મદદ કરો, ભલે તે જાલિમ હોય કે પીડિત

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ કહ્યું: «તમે પોતાના ભાઈની મદદ કરો, ભલે તે જાલિમ હોય કે પીડિત», એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! પીડિત વ્યક્તિની હું મદદ કરું, પરંતુ જાલિમ હોય, તો તેની મદદ કંઈ રીતે મદદ કરવી? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે તેને અત્યાચાર કરવાથી ચેતવણી આપશો અથવા તેને રોકશો; તે જ તેની મદદ છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આદેશ આપ્યો કે તે પોતાના મુસલમાન ભાઈની મદદ કરો, ભલે તે જાલિમ હોય કે પીડિત, તો એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! પીડિત વ્યક્તિની મદદ હું કરું કે તેને અત્યાચારથી બચાવવો, પરંતુ જાલિમ વ્યક્તિની મદદ કંઈ રીતે કરી શકાય? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેને અત્યાચાર કરવાથી રોકવો, તે જ તેની મદદ ગણાશે, કારણકે તમે તેને શૈતાન અને નફસે અમ્મારહ, જે બુરાઈનો આદેશ આપે છે, તેનાથી રોક્યો.

فوائد الحديث

એક મુસલમાનના બીજા મુસલમાન પ્રત્યે ઇમાની ભાઈચારાના અધિકારો માંથી એક અધિકાર તરફ ધ્યાન દોર્યું.

જુલમ કરનારનો હાથ પકડીને તેને જુલમ કરતા રોકવો.

ઇસ્લામ અજ્ઞાનતાના સમયના ખ્યાલોનો વિરોધાભાસ કરે છે, કારણ કે તેઓ એકબીજાને ટેકો આપતા હતા, ભલે તેઓ પીડિત હોય કે અત્યાચારી.

التصنيفات

અલ્ મુજતમિઉલ્ મુસ્લિમ (મુસ્લિમ સમુદાય)