إعدادات العرض
સૌથી વધુ લઅનત (શાપ) કરનાર લોકો કયામતના દિવસે ન તો સાક્ષી આપનાર હશે ન તો ભલામણ કરનાર હશે
સૌથી વધુ લઅનત (શાપ) કરનાર લોકો કયામતના દિવસે ન તો સાક્ષી આપનાર હશે ન તો ભલામણ કરનાર હશે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી ﷺને કહેતા સાંભળ્યા: «સૌથી વધુ લઅનત (શાપ) કરનાર લોકો કયામતના દિવસે ન તો સાક્ષી આપનાર હશે ન તો ભલામણ કરનાર હશે».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt සිංහල Hausa Kurdî Português தமிழ் Kiswahili অসমীয়া Nederlands አማርኛ മലയാളം Română ไทยالشرح
આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે જે લોકો એવા વ્યક્તિ પર લઅનત કરે છે જે તેનો હકદાર નથી, તો તેના માટે બે સજાઓ નક્કી કરવામાં આવી છે: પહેલી: તે કયામતના દિવસે પયગંબરોના સંદેશા પહોંચડવાની સાક્ષી નહીં આપી શકે, અને ન તો દુનિયામાં તેની સાક્ષી સ્વીકારવામાં આવશે; તેના ગુનાહના કારણે, અને તેને સાક્ષી આપવાનો અધિકાર આપવામાં નથી આવતો, અને ન તો તેને શહાદત આપવામાં આવશે જે અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનારને પ્રાપ્ત થાય છે. બીજી: કયામતના દિવસે તેને ભલામણ કરવાનો અધિકાર આપવામાં નહી આવે, જ્યારે મોમિનો પોતાના તે ભાઈઓ માટે ભલામણ કરશે, જેમને જહન્નમમાં દાખલ કરવામાં આવશે.فوائد الحديث
અમાન્ય લઅનત (શાપ આપવો) કરવી હરામ છે, અને જો તે વધુ પ્રમાણમાં કરવામાં આવે, તો તે મહા પાપો માંથી એક છે.
હદીષમાં જે સજા વર્ણન કરવામાં આવી છે, તે તે લોકો માટે છે, જે વધુ પ્રમાણમાં લઅનત (શાપ) કરતાં હોય છે, એક વખત કરવા પર નથી, અને આ હદીષમાં તે લઅનત પણ નથી, જે યોગ્ય હોય, અને જેનો ઉલ્લેખ શરીઅતે કર્યો હોય, જેમકે: «યહૂદીઓ અને નસ્રાનીઓ પર અલ્લાહની લઅનત થાય», «જાલિમો પર અલ્લાહની લઅનત થાય», «ચિત્ર બનાવનાર પર અલ્લાહની લઅનત થાય», «લૂત અલૈહિસ્ સલામની કોમનો અમલ કરનારા અર્થાત્ સમલૈંગિકતા કરનારા પર અલ્લાહની લઅનત થાય», «જે વ્યક્તિ અલ્લાહ સિવાય અન્ય માટે જાનવર ઝબેહ કરે તેના પર અલ્લાહની લઅનત થાય», «તે પુરુષો પર અલ્લાહની લઅનત થાય, જેઓ સ્ત્રીઓની ઉપમા અપનાવે છે, અને તે સ્ત્રીઓ પર અલ્લાહની લઅનત થાય જેઓ પુરુષોની સરખામણી કરે છે», વગેરે.
કયામતના દિવસે મોમિનો ભલામણ કરશે.
التصنيفات
નિંદનીય અખલાક