તે વ્યક્તિ ધિક્કારપાત્ર છે, જે પોતાની સ્ત્રી સાથે તેના પાછળના ગુપ્તાંગથી સમાગમ કરે

તે વ્યક્તિ ધિક્કારપાત્ર છે, જે પોતાની સ્ત્રી સાથે તેના પાછળના ગુપ્તાંગથી સમાગમ કરે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે વ્યક્તિ ધિક્કારપાત્ર છે, જે પોતાની સ્ત્રી સાથે તેના પાછળના ગુપ્તાંગથી સમાગમ કરે».

[હસન] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઇ રહિમહુલ્લાહએ પોતાની સુનનુલ્ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે વ્યક્તિને સખત ચેતના આપી છે, જે પોતાની સ્ત્રી સાથે તેના પાછળના ગુપ્તાંગમાં સંભોગ કરે, અને આ એવું ખરાબ કૃત્ય છે, જેના પરિણામે માનવી અલ્લાહની દયાથી દૂર થઈ જાય છે, જે તે વાતનો પુરાવો છે, આ મોટા ગુનાહો માંથી (મહાપાપ) છે, અર્થાત્ મુસલમાનો માટે આમ કરવું જાઈઝ નથી.

فوائد الحديث

સ્ત્રીઓ સાથે તેમના પાછળના ગુપ્તાંગમાં સંભોગ કરવુ હરામ છે.

પાછળના ગુપ્તાંગ સિવાય પત્નીના સંપૂર્ણ શરીરથી ફાયદો ઉઠાવવો જાઈઝ છે.

મુસલમાન વ્યક્તિ પોતાની સ્ત્રીના આગળ ગુપ્તાંગથી સમાગમ કરે છે, જેવુ કે અલ્લાહ તઆલાએએ આદેશ આપ્યો છે; પાછળના ગુપ્તાંગની વાતતો, તેમાં પ્રવેશ કરવો પ્રાકૃતિક બગાડ છે, અને સંતાનનો પણ બગાડ છે, અને તે સત્ય પ્રકૃતિ વિરુદ્ધ છે, અને તેના દ્વારા પતિ પત્ની બંનેને નુકસાન પહોંચે છે.

التصنيفات

લગ્ન માટે અદબ