إعدادات العرض
જે વ્યક્તિ આ દુઆ પઢે: "રઝીતુ બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ ﷺ નબિય્યા" (હું રાજી છું અલ્લાહના…
જે વ્યક્તિ આ દુઆ પઢે: "રઝીતુ બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ ﷺ નબિય્યા" (હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ ﷺના નબી હોવાથી), તો તેના માટે જન્નત વાજિબ થઈ જશે
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ આ દુઆ પઢે: "રઝીતુ બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ ﷺ નબિય્યા" (હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ ﷺના નબી હોવાથી), તો તેના માટે જન્નત વાજિબ થઈ જશે».
الترجمة
العربية Tiếng Việt অসমীয়া Nederlands Bahasa Indonesia Kiswahili Hausa සිංහල English Magyar ქართული Românăالشرح
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ આ દુઆ પઢે: ("રઝીતુ બિલ્લાહી રબ્બન્" હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી), ઇલાહ, વયવસ્થાપક, માલિક અને સરદાર હોવામાં તેમજ સુધારક હોવામાં, ("વબિલ્ ઇસ્લામિ" અને ઇસ્લામના), સંપૂર્ણ આદેશો અને રોકેલા કાર્યોમાં ("દીના" દીન હોવાથી), દીન અને શરીઅતનો દિલથી સ્વીકાર કરવામાં ("વબિ મુહમ્મદિન રસૂલા" અને મુહમ્મદ ના પયગંબર હોવાથી), અને નબી હોવામાં, જે કંઈ તે લઈને મોકલવમાં આવ્યા અને જે આપણી સુધી પહોચાડ્યું, તેના માટે જન્નત વાજીબ થઈ જશે.فوائد الحديث
આ દુઆ પઢવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, અને તેના પર મળતા સવાબની સ્પષ્ટતા.
અલ્લાહના પાલનહાર હોવા પર રાજી થઈ જવું, અર્થાત્ વ્યક્તિ પવિત્ર અલ્લાહ સિવાય કોઈની ઈબાદત ન કરે.
મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પયગંબર હોવા પર રાજી થવું, અર્થાત્ તેમાં તેમનું અનુસરણ તેમના પર દરુદ અને સલામ તેમજ તેમની સુન્નત પર ઠોસ અમલ કરવો શામેલ છે.
દીન માટે ઇસ્લામના દીન હોવા પર સંતુષ્ટ, અને તે વાત પર પણ કે અલ્લાહએ તેના બંદાઓ માટે આ દીન પસંદ કર્યો છે રાજી થઈ જવું.
બીજી રિવાયત દ્વારા જાણવા મળે છે કે આ દુઆ અઝાનમાં પઢવામાં આવતી શહાદતૈન પછી પણ પઢી શકાય છે.
બીજી હદીષ દ્વારા પણ જાણવા મળે છે કે આ દુઆ સવાર સાંજ પણ પઢી શકાય છે.
التصنيفات
સામાન્ય ઝિકર