મને ઉચ્ચ ચરિત્રને સંપૂર્ણ કરવા માટે મોકલવામાં આવ્યો છે

મને ઉચ્ચ ચરિત્રને સંપૂર્ણ કરવા માટે મોકલવામાં આવ્યો છે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મને ઉચ્ચ ચરિત્રને સંપૂર્ણ કરવા માટે મોકલવામાં આવ્યો છે».

[હસન]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે મને સારા અખ્લાક અને ચરિત્રની સપૂર્ણતા માટે મોકલવામાં આવ્યો છે; જેવું કે આગળના પયગંબરોના કામને પૂર્ણ કરવા માટે મોકલવામાં આવ્યા છે, અરબના લોકોના ચરિત્રને સંપૂર્ણ કરવા, તેઓ ભલાઈને પસંદ કરતાં હતાં અને બુરાઈથી નફરત કરતા હતા, બહાદુર, દાનશીલ હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમના ચરિત્રમાં રહેલી ખરાબ આદતોને દૂર કરવા માટે મોકલવામાં આવ્યા, જેવી કે ઘમંડ, એકબીજાને તુચ્છ સમજવા જેવી અન્ય બુરાઈઓ.

فوائد الحديث

સારા ચરિત્ર અપનાવવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને તેની વિરુદ્ધ ખરાબ ટેવોથી બચવું જોઈએ.

ઇસ્લામી શરીઅતમાં સારા અખ્લાક અપનાવવાની મહત્ત્વતા, તેમજ તે મૂળ આદેશો માંથી છે.

અજ્ઞાનતાના સમયના લોકોમાં સારા અખ્લાક બાકી હતા, જેવું કે દાન કરવું, બહાદુરી વગેરે, ઇસ્લામે આવીને તેને સંપૂર્ણ કર્યું.

التصنيفات

પ્રસંશનીય અખલાક