?એક પુરુષ બીજા પુરુષના ગુપ્તાંગ તરફ ન જુએ, અને ન તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રીના ગુપ્તાંગ તરફ જુએ

?એક પુરુષ બીજા પુરુષના ગુપ્તાંગ તરફ ન જુએ, અને ન તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રીના ગુપ્તાંગ તરફ જુએ

અબુ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «એક પુરુષ બીજા પુરુષના ગુપ્તાંગ તરફ ન જુએ, અને ન તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રીના ગુપ્તાંગ તરફ જુએ, ન તો કોઈ પુરુષ બીજા પુરુષ સાથે એક પથારીમાં સૂઈ જાય, અને ન તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રી સાથે એક પથારીમાં સૂઈ જાય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ એક પુરુષને બીજા પુરુષના ગુપ્તાંગ જોવાથી રોક્યા છે, એવી જ રીતે એક સ્ત્રીને પણ બીજી સ્ત્રીના ગુપ્તાંગ જોવાથી રોક્યા છે. ગુપ્તાંગ: તે દરેક વસ્તુ જેના જાહેર થવા પર શરમ આવે, અને પુરુષનું ગુપ્તાંગ: નાભી અને તેના બંને ઘૂંટણની વચ્ચે છે. સ્ત્રી માટે સંપૂર્ણ રીતે અજાણ પુરુષો સામે પડદો કરવો જરૂરી છે, અને હા તેના મહરમ પુરુષો તો તે તેમની સામે ઘરમાં કામ કરતી વખતે જે વસ્તુઓ જાહેર થાય છે તે કરી શકે છે. આ હદીષમાં નબી ﷺ એ એક પુરુષને બીજા પુરુષ સાથે એક કપડાં અથવા એક ચાદર નીચે નગ્ન થઈ ભેગા થવાથી રોક્યા છે, એવી જ રીતે એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે પણ એક કપડાં અથવા એક ચાદર નીચે નગ્ન થઈ ભેગા થવાથી રોક્યા છે, જેના કારણે તેમાંથી દરેક બીજાના ગુપ્તાંગને સ્પર્શ કરી શકે છે, જો કે તે હરામ છે, જેવુ કે ગુપ્તાંગને જોવું હરામ છે, અને આ કાર્ય તેમને એક મોટા ગુનાહ તરફ લઈ જઈ શકે છે.

فوائد الحديث

પતિ પત્ની સિવાય અન્યના ગુપ્તાંગ તરફ જોવું જાઈઝ નથી.

ઇસ્લામ સમાજને પવિત્ર રાખવા પર જોર આપે છે, અને તે દરેક દ્વાર બંધ કરે છે, જેના દ્વારા અશ્લીલતા ફેલાઈ શકે છે.

જરૂરતના સમયે ગુપ્તાંગને જોવું જાઈઝ છે જેમકે કોઈ ઈલાજ વગેરેના સમયે, પરંતુ તે પણ મનેચ્છા વગર હોય.

મુસલમાનને આદેશ આપવામાં આવ્યો છે કે તે પોતાના ગુપ્તાંગને ઢાંકીને રાખે, અને એ જ રીતે તે બીજાના ગુપ્તાંગ તરફ નજર કરવાથી બચીને રહે.

અહીયાં મનાઈ પુરુષોની પુરુષો સાથે અને સ્ત્રીઓની સ્ત્રી સાથે ખાસ કરવામાં આવી છે; કારણકે તે તેની તરફ નજર કરવા અને ગુપ્તાંગને જાહેર કરવા તરફ દોરી જાય છે.

التصنيفات

નિંદનીય અખલાક, પોશાકના આદાબ