મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે નમાઝ પઢી, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જમણી બાજુ મોઢું ફેરવતા આ શબ્દો કહી…

મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે નમાઝ પઢી, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જમણી બાજુ મોઢું ફેરવતા આ શબ્દો કહી સલામ કર્યું: «"અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમતો તેમજ બરકતો ઉતરે)», અને ડાબી બાજુ મોઢું ફેરવતા આજ શબ્દો કહ્યા: «"અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમતો તેમજ બરકતો ઉતરે)

વાઇલ બિન હુજ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે નમાઝ પઢી, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જમણી બાજુ મોઢું ફેરવતા આ શબ્દો કહી સલામ કર્યું: «"અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમતો તેમજ બરકતો ઉતરે)», અને ડાબી બાજુ મોઢું ફેરવતા આજ શબ્દો કહ્યા: «"અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમતો તેમજ બરકતો ઉતરે)».

[હસન] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નમાઝ સમાપ્ત કરતાં, તો જમણી અને ડાબી બાજુ મોઢું ફેરવી સલામ કરતા, અને જમણી બાજુ મોઢું કરી કહેતા: ("અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમતો તેમજ બરકતો ઉતરે), અને એવી જ રીતે ડાબી બાજુ પણ પોતાનું મોઢું ફેરવી સલામ કરતાં અને કહેતા: ("અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમતો તેમજ બરકતો ઉતરે).

فوائد الحديث

બંને બાજુ મોઢું ફેરવી સલામ કરવું અનિવાર્ય છે, કારણકે તે નમાઝનું એક રુકન છે.

સલામમાં "વબરકાતુહુ" શબ્દનો વધારો કરવો જાઈઝ છે, કારણકે કેટલીક વાર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ પ્રમાણે કરતાં હતા, પરંતુ હંમેશા ન હતા કરતાં.

નમાઝમાં બંને સલામના શબ્દો કહેવાં, તે જરૂરી રુકન માંથી છે, અને સલામ કહેતી વખતે બંને બાજુ મોઢું કરવી મુસ્તહબ છે.

અને સલામના આ શબ્દો: (અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમતો તેમજ બરકતો ઉતરે), બંને બાજુ મોઢું ફેરવતી વખત હોવા જોઈએ ન તો પહેલા ન તો પછી.

التصنيفات

નમાઝનો તરીકો