એક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો તે સમયે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિન્બર ઉપર હતા, રાતની…

એક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો તે સમયે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિન્બર ઉપર હતા, રાતની નમાઝ વિશે તમારું શું કહેવું છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «બે બે રકઅત કરી પઢવી

અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: એક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો તે સમયે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિન્બર ઉપર હતા, રાતની નમાઝ વિશે તમારું શું કહેવું છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «બે બે રકઅત કરી પઢવી, જ્યારે સવાર થઈ જવાનો ભય થાય, તો પછી એક રકઅત (વિત્તર) પઢી લેવી», તે તમારી દરેક નમાઝને એકી સંખ્યામાં કરી દેશે, ઈબ્ને ઉમર કહે છે: «વિત્તરની નમાઝને છેલ્લી નમાઝ બનાવો» કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો આદેશ આપ્યો છે.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

એક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો, તે સમયે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિન્બર ઉપર ખુતબો આપી રહ્યા હતા: હે અલ્લાહના પયગંબર! રાત્રે કંઈ રીતે નમાઝ પઢવી મને શીખવાડો? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: બે બે રકઅત પઢી સલામ ફેરવી દો, અને જ્યારે ફજર થવાનો ભય હોય, તો તમારી નમાઝને એકી સંખ્યામાં કરી દો, અર્થાત્ વિત્તર પઢી લો, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ છેલ્લી નમાઝ વિત્તરને કરવાની વસિયત કરી છે.

فوائد الحديث

રાત્રે નફીલ નમાઝ પઢતી વખતે બે બે રકઅત કરી નમાઝ પઢવી જોઈએ અને દરેક બે રકઅત પછી સલામ ફેરવી દો, વિતર સિવાય.

સામાન્ય શબ્દોને કારણે રાત્રે પઢવામાં આવતી નમાઝની સંખ્યા કોઈ ચોક્કસ સંખ્યા સુધી મર્યાદિત નથી.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: "રાત્રે અને દિવસે પઢવામાં આવતી નમાઝ બે બે રકઅત છે", આ હદીષથી જાણી શકાય છે કે નમાઝ પઢવાનો શ્રેષ્ઠ તરીકો આ જ છે, તે એ કે દરેક બે રકઅત પછી સલામ ફેરવવામાં આવે, રાત્રે અને દિવસ દરમિયાન પઢવામાં આવતી નફીલ (અનિવાર્ય નમાઝ સિવાય) નમાઝ બન્ને માટે આ જ આદેશ છે કે બે રકઅત પઢી સલામ ફેરવવું મુસ્તહબ (યોગ્ય) છે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: સુન્નત એ છે કે સૌથી છેલ્લી નમાઝ વિત્તર હોય, અને તેનો સમય ફજર સુધીનો હોય છે, આ અમારો મંતવ્ય છે અને જુમહૂર (વિખ્યાત) આલિમોનો પણ આજ મંતવ્ય છે.

التصنيفات

તહજજુદની નમાઝ