જે કોઈ વ્યક્તિએ એવું કુતરું પાળ્યું, જે ન તો શિકાર કરવા માટે હોય અથવા ન તો ઢોરની સુરક્ષા કરવા માટે હોય તો દરરોજ તેના…

જે કોઈ વ્યક્તિએ એવું કુતરું પાળ્યું, જે ન તો શિકાર કરવા માટે હોય અથવા ન તો ઢોરની સુરક્ષા કરવા માટે હોય તો દરરોજ તેના નેક કાર્યો માંથી બે કિરાત નેકીઓ ઓછી થતી જાય છે

અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે કોઈ વ્યક્તિએ એવું કુતરું પાળ્યું, જે ન તો શિકાર કરવા માટે હોય અથવા ન તો ઢોરની સુરક્ષા કરવા માટે હોય તો દરરોજ તેના નેક કાર્યો માંથી બે કિરાત નેકીઓ ઓછી થતી જાય છે», સાલિમે કહ્યું: અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ કહેતા હતા: «અથવા ખેતરની સુરક્ષા માટે પાડવામાં આવતું કૂતરું», અને તેઓ ખેતીવાડી વાળા માણસ હતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કોઈ કારણ વગર, જેવું કે શિકાર માટે, ઢોર તેમજ ખેતરની ચોકીદારી માટે, આ સિવાય કૂતરા પાડવાથી રોક્યા છે, એ વગર જો કોઈ વ્યક્તિ કૂતરું પાળશે, તો તેના અમલ માંથી દરરોજ બે કિરાત નેકીઓ ઓછી થતી જશે, અને તેનું પ્રમાણ અલ્લાહ તઆલા જ જાણે છે.

فوائد الحديث

એક મુસલમાન માટે હદીષમાં વર્ણવેલ કારણ વગર કૂતરા પાળવા જાઈઝ નથી.

આ હદીષમાં કૂતરા પાળવા પર રોક લગાવવામાં આવી છે; કારણકે તેના ઘણા નુકસાન અને કારણો છે, જેવું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સહીહ હદીષથી સાબિત છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ફરિશ્તા તે ઘરમાં દાખલ થતા નથી જે ઘરમાં કૂતરા હોય છે, અને કૂતરા તરફથી ફેલાતી ગંદકી ખૂબ જ ખરાબ હોય છે, જે વારંવાર પાણી વડે ધોવા અને માટી વડે ધોવાથી જ ખતમ થઈ શકે છે.

التصنيفات

અસ સોય્દુ (શિકાર બાબતે)