જાઓ ફરી નમાઝ પઢો; કારણકે તમે નમાઝ નથી પઢી

જાઓ ફરી નમાઝ પઢો; કારણકે તમે નમાઝ નથી પઢી

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મસ્જિદમાં આવ્યા, તો એક વ્યક્તિ આવ્યો, તેણે નમાઝ પઢી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સલામ કર્યું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો અને કહ્યું: «જાઓ ફરી નમાઝ પઢો; કારણકે તમે નમાઝ નથી પઢી», તે ગયો અને જે પ્રમાણે નમાઝ પઢી હતી તે પ્રમાણે ફરીવાર નમાઝ પઢી, ફરી પાછો આવ્યો, તેણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સલામ કર્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જાઓ ફરી નમાઝ પઢો; કારણકે તમે નમાઝ નથી પઢી», ત્રણ વખત આ પ્રમાણે જ થયું, ફરી તેણે કહ્યું: તે ઝાતની કસમ! જેણે આપને સત્ય સાથે મોકલ્યા છે, હું આના કરતાં વધારે સારી રીતે નમાઝ નથી પઢી શકતો, તમે મને નમાઝ શીખવાડો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે તું નમાઝ માટે ઉભા થાઓ તો, સૌ પ્રથમ અલ્લાહુ અકબર કહો, ત્યારબાદ તમને કુરઆનનો જે ભાગ યાદ હોય, તેમાંથી તિલાવત કરો, ફરી રુકૂઅ કરો, અહીં સુધી કે તમે શાંતિ પૂર્વક રુકૂઅ કરી લો, ફરી રુકૂઅ માંથી ઉભા થાઓ અને સીધા ઉભા થઇ જાવ, ફરી સિજદો કરો જ્યાં સુધી તમે શાંતિપૂર્વક સિજદો ન કરી લો, ત્યારબાદ ઉભા થાઓ અને શાંતિથી બન્ને સિજદા વચ્ચે બેસો, અને સંપૂર્ણ નમાઝમાં આ પ્રમાણે જ કરો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મસ્જિદમાં આવ્યા, તેમની પાછળ એક વ્યક્તિ પણ આવ્યો, તેણે ઉતાવળમાં બે રકઅત નમાઝ પઢી, તેણે શાંતિપૂર્વક કિયામ, રુકૂઅ અને સિજદા ન કર્યા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ધ્યાનથી તેની નમાઝ જોઈ, તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મસ્જિદની એક બાજુ બેઠા હતા, તેણે સલામ કર્યું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના સલામનો જવાબ આપ્યો અને કહ્યું: પાછા જાઓ, અને ફરીવાર નમાઝ પઢો એટલા માટે કે તમે નમાઝ નથી પઢી. તે પાછો ફર્યો અને જલ્દી જલ્દી નમાઝ પઢી, તે પાછો આવ્યો સલામ કર્યું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: પાછા જાઓ, અને ફરીવાર નમાઝ પઢો; કારણકે તમેં નમાઝ નથી પઢી, ત્રણ વખત આ પ્રમાણે થયું. તો તે વ્યક્તિએ કહ્યું: તે ઝાતની કસમ! જેણે તમને સત્ય સાથે મોકલ્યા છે, હું આના કરતા વધુ સારી રીતે નમાઝ નથી પઢી શકતો, તમે મને નમાઝ શીખવાડો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને કહ્યું: જ્યારે નમાઝ માટે ઉભા થાઓ તો તકબીરે તહરિમા (અલ્લાહુ અકબર) કહો, ફરી ઉમ્મુલ્ કુરઆન અર્થાત્ સૂરે ફાતિહા પઢો ત્યારબાદ જે કંઈ અલ્લાહ ઈચ્છે તે તમે પઢો, ફરી રુકૂઅ કરો અહીં સુધી કે તમે સંતુષ્ટ થઈ જાઓ, પછી તમારા ઘૂંટણ પર તમારી હથેળીઓ મૂકીને અને તમારી પીઠને લંબાવીને અને ઘૂંટણ ટેકવા માટે સમર્થ થાઓ જ્યાં સુધી તમે આરામ ન અનુભવો ત્યાં સુધી રુકૂઅ કરો, ફરી ઉભા થાઓ અને પછી હાડકાં પોતાના સાંધા પર પાછા ન આવે અને સ્થિર ન થાય ત્યાં સુધી તમારા કોરને ઉંચો અને સીધો કરો, ફરી કપાળ, નાક, હાથ, ઘૂંટણ અને પગના અંગૂઠા જમીન પર રાખીને સિજદામાં આરામ ન થાય ત્યાં સુધી સિજદો કરો, ફરી માથું ઉઠાવો અહીં સુધી કે તમે સંતુષ્ટ થઈ બંને સિજદા વચ્ચે શાંતિથી બેસો, ફરી પોતાની નમાઝની દરેક રકઅતમાં આ પ્રમાણે જ કરો.

فوائد الحديث

આ નમાઝોના પિલરો છે, જેને ભૂલથી અથવા અજાણતામાં પણ ન છોડવા જોઈએ, જેમકે આ કાર્યોને છોડવા પર નમાઝ પઢનારને ફરીવાર નમાઝ પઢવાના આદેશ દ્વારા જાણવા મળે છે, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફક્ત તેને શિક્ષા આપવા પર સંતુષ્ટ ન થયા.

શાંતિ એ નમાઝના અરકાન (સ્થંભો) માંથી એક છે.

ઈમામ નવવી રહિમહુલ્લાએ કહ્યું: આ હદીષમાં દલીલ છે કે જે વ્યક્તિ નમાઝના અનિવાર્ય કાર્યો માંથી કોઈ પણ કાર્યમાં આળસ કરશે, તો તેની નમાઝ યોગ્ય નહીં ગણાય.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં એક શિક્ષિત તેમજ અજ્ઞાની વ્યક્તિ સમક્ષ વિનમ્ર બનવું, તેમની સમક્ષ મુદ્દાઓ સ્પષ્ટ કરવા અને ઉદ્દેશોને સંક્ષિપ્ત રૂપમાં વર્ણન કરવા, એવી જ રીતે તેમના અધિકારોને અનિવાર્ય અને જરૂરી બાબતો સુધી સીમિત રાખવા, તેમને તે વાતની તકલીફ ન આપવી જેને યાદ કરવા અને સંભાળ રાખવાના તેઓ જવાબદાર નથી.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે જો મુફ્તીને કોઈ સવાલ પૂછવામાં આવે અને પ્રશ્નકર્તાને તેની સાથે સાથે અન્ય માહિતી પણ આપવી પડે એવું હોય, તો મુફ્તીએ તેને જણાવી દેવું જોઈએ, ભલેને પ્રશ્નકર્તાએ સવાલ ન કર્યો હોય, આ વસ્તુ સૂચન અને શિખામણ માંથી ગણાશે.

પોતાની કમીઓની કબૂલ કરવાની મહત્તવતા, જેવું કે તેમણે કહ્યું: "હું આના કરતાં વધુ સારી નમાઝ નથી પઢી શકતો, તમે મને નમાઝ શીખવાડો".

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં ભલાઈનો આદેશ અને બુરાઈથી રોકવુ પણ શામેલ છે, વિદ્યાર્થીએ શિક્ષક પાસે શિક્ષા તલબ કરવી જોઈએ.

મુલાકાત કરતી વખતે સલામ કરવું મુસ્તહબ છે, તેનો જવાબ આપવો વાજિબ છે, જેટલી વખત મુલાકાત થાય, તેટલી વખત સલામ કરવું મુસ્તહબ છે, અને દરેક સમયે સલામનો જવાબ આપવો જરૂરી છે.

التصنيفات

નમાઝનો તરીકો