દરેક ફર્ઝ નમાઝ પછી આ શબ્દો કહેવાનું ન ભૂલશો: "અલ્લાહુમ્મ અઇન્ની અલા ઝિક્રિક વ શુક્રિક વ હુસ્નિ ઈબાદતિક" (હે અલ્લાહ!…

દરેક ફર્ઝ નમાઝ પછી આ શબ્દો કહેવાનું ન ભૂલશો: "અલ્લાહુમ્મ અઇન્ની અલા ઝિક્રિક વ શુક્રિક વ હુસ્નિ ઈબાદતિક" (હે અલ્લાહ! તારો ઝિક્ર કરવા, શુક્ર કરવા અને સારી રીતે તારી ઈબાદત કરવામાં તું મારી મદદ કર

મુઆઝ બિન જબલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારો હાથ પકડ્યો અને કહ્યું: «હે મુઆઝ, અલ્લાહની કસમ હું તારાથી મોહબ્બત કરું છું», અને પછી કહ્યું: «હે મુઆઝ! હું તને વસિયત કરું છું, દરેક ફર્ઝ નમાઝ પછી આ શબ્દો કહેવાનું ન ભૂલશો: "અલ્લાહુમ્મ અઇન્ની અલા ઝિક્રિક વ શુક્રિક વ હુસ્નિ ઈબાદતિક" (હે અલ્લાહ! તારો ઝિક્ર કરવા, શુક્ર કરવા અને સારી રીતે તારી ઈબાદત કરવામાં તું મારી મદદ કર».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)]

الشرح

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મુઆઝ રઝી અલ્લાહુ અન્હુનો હાથ પકડ્યો અને કહ્યું: હે મુઆઝ, અલ્લાહની કસમ! હું તારાથી મોહબ્બત કરું છું, અને પછી કહ્યું: હે મુઆઝ! હું તને વસિયત કરું છું, દરેક ફર્ઝ નમાઝ પછી આ શબ્દો કહેવાનું ન ભૂલશો: ("અલ્લાહુમ્મ અઇન્ની અલા ઝિક્રિક" (હે અલ્લાહ! તારો ઝિક્ર કરવામાં તું મારી મદદ કર) અર્થાત્ હે અલ્લાહ! અનુસરણ કરવાથી તારી નિકટતા પ્રાપ્ત કરનારી દરેક વાતો અને કાર્યોમાં તને યાદ કરવાની તૌફીક આપ. ("વ શુક્રિક" તારો શુક્ર કરવા) અર્થાત્ નેઅમતોની પ્રાપ્તિ પર તેમજ સજાઓ દૂર થવા પર આભાર વ્યક્ત કરવાની તૌફીક આપ. "વ હુસ્નિ ઈબાદતિક" (અને સારી રીતે તારી ઈબાદત કરવામાં) અર્થાત્ નિખાલસતા અને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અનુસરણ મુજબ શ્રેષ્ઠ તરીકાથી અલ્લાહની ઈબાદત કરવામાં મારી મદદ કર.

فوائد الحديث

કોઈ વ્યક્તિને અલ્લાહ માટે કરવામાં આવતી મોહબ્બતની જાણ કરવી જાઈઝ છે.

દરેક ફર્ઝ અને નફીલ નમાઝ પછી આ દુઆ પઢવી મુસ્તહબ છે.

આ થોડાક શબ્દો વડે કરવામાં આવતી દુઆ વડે દુનિયા અને આખિરતની પ્રાપ્તિ પૂર્ણ થાય છે.

અલ્લાહ માટે મોહબ્બત કરવાના ફાયદા માંથી, લોકોને સાચી વસિયત કરવી, તેમની ઇસ્લાહ કરવી અને લોકોને નેકી અને ભલાઈના કાર્યોમાં મદદ કરવી.

ઈમામ તીબી રહિમહુલ્લાહએ કહ્યું: અલ્લાહનો ઝિક્ર સઆદતની શરૂઆત છે, અને તેનો શુકર કરવો નેઅમતોની પ્રાપ્તિ માટેનો સ્ત્રોત, અને તેની સારી રીતે ઈબાદત કરવા માટે જરૂરી છે કે તે એવી આદતોથી દૂર રહે, જે તેને પોતાના પાલનહારથી ગફલતમાં નાખી દેતી હોય.

التصنيفات

નમાઝના ઝિકર