إعدادات العرض
અલ્લાહુમ્મ અઊઝુ બિરઝાક મિન્ સખ્તિક્, વબિમુઆફાતિક મિન્ ઉકૂબતિક, વઅઊઝુ બિક મિન્ક લા ઉહ્સી ષનાઅન્ અલૈક અન્ત કમા…
અલ્લાહુમ્મ અઊઝુ બિરઝાક મિન્ સખ્તિક્, વબિમુઆફાતિક મિન્ ઉકૂબતિક, વઅઊઝુ બિક મિન્ક લા ઉહ્સી ષનાઅન્ અલૈક અન્ત કમા અષ્નય્ત અલા નફ્સિક" હે અલ્લાહ! હું તારી પ્રસન્નતા દ્વારા તારા નારાજ થવાથી પનાહ માંગુ છું, અને હું એ વાતથી તારી પનાહ માંગુ છું કે હું તે રીતે તારા વખાણ ન કરી શક્યો જે રીતે તે તારા પોતાના વખાણ કર્યા છે
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક વખત રાતના સમયે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પથારી પર ન જોયા, તો હું તેમને શોધવા માટે નીકળી તો મારો હાથ તેમની પગ પર પડ્યો અને તે સમયે આપ મસ્જિદમાં હતા અને કહી રહ્યા હતા: «"અલ્લાહુમ્મ અઊઝુ બિરઝાક મિન્ સખ્તિક્, વબિમુઆફાતિક મિન્ ઉકૂબતિક, વઅઊઝુ બિક મિન્ક લા ઉહ્સી ષનાઅન્ અલૈક અન્ત કમા અષ્નય્ત અલા નફ્સિક" હે અલ્લાહ! હું તારી પ્રસન્નતા દ્વારા તારા નારાજ થવાથી પનાહ માંગુ છું, અને હું એ વાતથી તારી પનાહ માંગુ છું કે હું તે રીતે તારા વખાણ ન કરી શક્યો જે રીતે તે તારા પોતાના વખાણ કર્યા છે».
الترجمة
العربية Bosanski English Español فارسی Français Bahasa Indonesia Türkçe اردو 中文 हिन्दी Tagalog ئۇيغۇرچە Kurdî Kiswahili Português සිංහල Русский Nederlands Tiếng Việt অসমীয়া አማርኛ پښتو Hausa ไทย മലയാളം नेपालीالشرح
આયશા રઝી અલ્લાહુ અન્હા કહે છે એક વખત રાત્રે હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે સુઈ ગઈ હતી, અને અચાનક નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કયાંક જતાં રહ્યા, તો હું મારો હાથ તે જગ્યા પર લઈ ગઈ, જ્યાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નમાઝ પઢી રહ્યા હતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સિજદાની સ્થિતિમાં હતા અને તેમના બંને પગ ઊચા હતા, અને તે જ સ્થિતિમાં આ દુઆ કરી રહ્યા હતા: ("અઊઝુ" હું પનાહ માંગુ છું) હું તારી પ્રસન્નતા વડે તારા ગુસ્સાથી વસીલો માંગુ છું, જે મારા મારી ઉમ્મત વિરુદ્ધ હોય, (અને) હું શરણ માંગુ છું, ("બિમુઆફાતિક" તારી ક્ષમા દ્વારા) અને તારી ક્ષમા વિશાળ છે, (તેના દ્વારા હું તારી પકડથી (પનાહ માંગુ છું), ("વ અઊઝુ બિક મિન્ક" અને હું તારી પાસે પનાહ માંગુ છું) અને તારી સુંદરતા અને મહાનતાના ગુણો દ્વારા, જ્યાં તારા સિવાય કોઈ આશરો આપનાર નથી, અને ન તો ત્યાં કોઈ અલ્લાહ સિવાય શરણ આપનાર છે, ("લા ઉહ્સી ષનાઉન્ અલૈક" હું તારા વખાણ ન કરી શક્યો) હું મારી અસક્ષમતાના કારણે મારી સંપૂર્ણ કોશિશો હોવા છતાં પણ તારી નેઅમતો અને અને તારી કૃપાઓના વખાણ કરી શક્યો અને ન તો હું ત્યાં સુધી પહોંચી શકું છું, જેવુ કે તું હકદાર છે, ("અન્ત કમા અષ્નયત અલા નફ્સિક" જેમકે તે તારી ઝાત માટે વખાણ કર્યા છે) તું જ છે, જેણે પોતાના સપૂર્ણ વખાણ કર્યા છે, તો શું કોઈ વ્યક્તિ તારા વખાણનો હક અદા કરી શકે છે?!فوائد الحديث
આ દુઆ સિજદામાં પઢવી જાઈઝ છે.
ઈમામ મિરક રહિમહુલ્લાહએ કહ્યું: નસાઈમાં બીજી અન્ય રિવાયતોમાં છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે નમાઝ પુરી કરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની પથારી પર જતાં તો આ દુઆ પઢતા.
કુરઆન અને હદીષ દ્વારા સાબિત દુઆઓ અને અલ્લાહના ગુણો વડે દુઆ કરવી જાઈઝ છે.
રુકૂઅ અને સિજદામાં સર્જકની મહાનતાનું વર્ણન.
અલ્લાહના ગુણો વડે આશરો માંગવો જાઈઝ છે, જેવી તેની ઝાત વડે આશરો માંગી શકાય છે, -પવિત અને ઉચ્ચ-.
ઈમામ ખત્તાબી રહિમહુલ્લાહએ કહ્યું: આ શબ્દનો એક બારીક અર્થ એ છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહ પાસે પનાહ માંગી જેથી તેના ગુસ્સાથી બચી શકાય અને તેની પકડ (અઝાબ)થી બચી શકાય, પ્રસન્નતા અને નારજગી બંને એકબીજા વિરુદ્ધ છે, જેવું કે માફી અને સઝા વડે પૂછપરછ કરવી, બસ જ્યારે તે વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું જેનો કોઈ વિરોધી નથી, અને તે પવિત્ર અને ઉચ્ચ અલ્લાહ છે, જેની પાસે શરમ માંગવામાં આવી રહી છે, તેનો અર્થ: ઈબાદત અને વાજિબ કાર્યોમાં આળસ કરવા પર તેની પાસે માફી માંગવી, અને તેના વખાણ કરવા, અને આ શબ્દ: તારા વખાણ કરવા અશક્ય છે: અર્થાત્ ન હું વખાણ કરી શકું છું અને તો ત્યાં સુધી પહોંચી શકું છું.
التصنيفات
નમાઝના ઝિકર