આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને કહ્યું: «મને કુરઆન સંભળાવો

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને કહ્યું: «મને કુરઆન સંભળાવો

અબ્દુલ્લાહ બિન્ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને કહ્યું: «મને કુરઆન સંભળાવો», મેં કહ્યું: શું હું તમને કુરઆન સંભળાવું, જ્યારે કે કુરઆન તો તમારા પર ઉતર્યું છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હા», મેં સૂરે નિસા પઢવાનું શરૂ કર્યું જ્યારે હું આ આયત પર પહોંચ્યો: {(ઝરાક વિચાર કરો)! તે સમયે તેમની શી દશા થશે, જે સમયે અમે દરેક કોમ માંથી એક સાક્ષી લાવીશું પછી તે સાક્ષીઓ પર (હે પયગંબર) અમે તમને સાક્ષી બનાવી દઈશું}. [અન્ નિસા: ૪૧], આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «રુકી જાઓ», મેં આપની સામે જોયું તો આપની આંખો માંથી આંસુ નીકળી રહ્યા હતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અબ્દુલ્લાહ બિન્ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુને કુરઆન સંભળાવવા બાબતે કહ્યું: તેમણે કહ્યું: હે અલ્લાહના પયગંબર! હું કંઈ રીતે તમને સંભળાવવી શકું છું, જ્યારે કે કુરઆન તો તમારા પર ઉતર્યું છે?! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહ્યું: હું મારા સિવાય બીજાના મોઢેથી કુરઆન સાંભળાવવા ઇચ્છું છું, તો મેં આપની સમક્ષ સૂરે નિસાની તિલાવત કરી, જ્યારે હું આ આયત પર પહોંચ્યો: {(ઝરાક વિચાર કરો)! તે સમયે તેમની શી દશા થશે, જે સમયે અમે દરેક કોમ માંથી એક સાક્ષી લાવીશું પછી તે સાક્ષીઓ પર (હે પયગંબર) અમે તમને સાક્ષી બનાવી દઈશું}. અર્થાત્ તે વખતે તમારી અને તમારી ઉમ્મતની સ્થિતિ શું હશે, જ્યારે કે અમે તમને તમારી ઉમ્મત પર સાક્ષી બનાવી મોકલવવામાં આવ્યો છો, નિઃશંક તમારે તેમના સુધી તમારા પાલનહારનો સંદેશ પહોંચાડવાનો છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું : આ આયત પર રુકી જાઓ, ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: જ્યારે મેં આપની સમક્ષ જોયું તો આપની આંખો માંથી ભય અને પોતાની ઉમ્મત પ્રત્યે દયાના કારણે આંસુ વહી રહ્યા હતા.

فوائد الحديث

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: તિલાવત સાંભળવાની, તેના પર ધ્યાન આપવાની, રડવાની અને તેના પર ચિંતન-મનન કરવું મુસ્તહબ કાર્ય ગણવામાં આવે છે, તેમજ ભલામણ પણ કરવામાં આવે છે કે કોઈ બીજાને તમને તિલાવત કરવા માટે કહો, જેથી તમે તેને સાંભળી શકો; કારણ કે આ પોતાને તિલાવત કરવા કરતાં સમજવા અને ચિંતન-મનન કરવામાં વધુ અસરકારક છે.

જે રીતે કુરઆન પઢવા પર સવાબ મળે છે એવી જ રીતે કુરઆન સાંભળવા પર પણ સવાબ મળે છે.

અબ્દુલ્લાહ બિન્ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુની મહત્ત્વતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમના મોઢે કુરઆન સાંભળવાનું પસંદ કર્યું, અને આ હદીષ દર્શાવે છે કે અબ્દુલ્લાહ બિન્ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુને કુરઆન યાદ કરવા, પઢવા અને એને સમજવા પ્રત્યે કેટલા ઉત્સુક હતા.

કુરઆન મજીદની આયતો સાંભળી અલ્લાહના ડરથી રાડો અને બુમો પાડ્યા વગર રડવું.

التصنيفات

કુરઆનની તિલાવત અને તેને યાદ કરવાના અદબો