સારા સપના અલ્લાહ તરફથી હોય છે, અને ખરાબ સપના શૈતાન તરફથી હોય છે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ ખરાબ સપનું જુએ તો…

સારા સપના અલ્લાહ તરફથી હોય છે, અને ખરાબ સપના શૈતાન તરફથી હોય છે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ ખરાબ સપનું જુએ તો પોતાની ડાબી બાજુ ત્રણ વાર થૂંકે અને શૈતાનની બુરાઈથી પનાહ માંગે, આમ કરવા પર તેને તે ખરાબ સપનું કોઈ નુકસાન નહીં પહોંચાડે

અબુ કતાદાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સારા સપના અલ્લાહ તરફથી હોય છે, અને ખરાબ સપના શૈતાન તરફથી હોય છે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ ખરાબ સપનું જુએ તો પોતાની ડાબી બાજુ ત્રણ વાર થૂંકે અને શૈતાનની બુરાઈથી પનાહ માંગે, આમ કરવા પર તેને તે ખરાબ સપનું કોઈ નુકસાન નહીં પહોંચાડે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે ખુશ કરવાવાળા સારા સપના અલ્લાહ તરફથી હોય છે, અને તે સપના જે નાપસંદ હોય, અથવા દુ:ખી કરે તે શૈતાન તરફથી હોય છે. બસ જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ સપનું જુઓ તો પોતાની ડાબી બાજુ થૂંકે અને શૈતાનની બુરાઈથી પનાહ માંગે; આમ કરવાથી તેને નુકસાન નહીં પહોંચે, જેને અલ્લાહ તઆલાએ તેને તે વસ્તુના પરિણામે સુરક્ષાનું કારણ બનાવ્યું છે.

فوائد الحديث

સારા સપના અને ખરાબ સપના જે માનવી જુએ છે, જે સૂઈ ગયેલી વ્યક્તિ ઊંઘમાં જોતો હોય છે, પરંતુ સારા સપનાનો સબંધ વ્યક્તિના સારા કામો અને ભલાઈ સાથે હોય છે, તેમજ ખરાબ સપનાનો સબંધ વ્યક્તિની બુરાઈ અને ખરાબ વસ્તુઓ જોવા સાથે હોય છે, તે બન્નેના જગ્યા ઉપયોગ કરવા સાથે હોય છે.

સપનાના પ્રકાર: ૧- સારું સપનું: તે અલ્લાહ તરફથી સત્ય અને ખુશખબર છે, જે તે જુએ છે, અથવા તેને દેખાડવામાં આવે છે, ૨- મનની વાતો, તે વાતો જે માનવી બેદારીની સ્થિતિમાં પોતાની સાથે કરે છે, ૩- ખરાબ સપનું, જે શૈતાન તરફથી દુ:ખ અને ભય પેદા કરાવવા માટે હોય છે, જેથી ઈબ્ને આદમ તેનાથી ઉદાસ અને ભયભીત થાય.

સારા સપના વિષે જે કઈ પણ વર્ણન કરવામાં આવ્યું તેનો સાક્ષિપ્ત અર્થ ત્રણ વસ્તુઓ દ્વારા થાય છે, ૧- તેના પણ અલ્લાહના વખાણ કરવા, ૨- તેના પર ખુશ થવું, ૩- અને તેના વિષે જે મોહબ્બત કરતાં હોય, તેમને જણાવવું અને જેઓ નફરત કરતાં હોય તેમને ન જણાવવું.

ખરાબ સપના બાબતે જે કઈ પણ વર્ણન કરવામાં આવ્યું તેનો સંક્ષિપ્ત અર્થ પાંચ વસ્તુઓ દ્વારા છે, ૧- તેની બુરાઈથી અલ્લાહ પાસે પનાહ માંગે, ૨- જ્યારે તે ઊભો થાય તો તે પોતાની ડાબી બાજુ ત્રણ વખત થૂંકે, ૩- તેના વિષે કોઈ સાથે ચર્ચા ન કરે, ૪- અને જો બીજીવાર સૂઈ જવાનો ઇરાદો હોય તો પડખું બદલીને સૂઈ જવું, ૫- તેનાંથી તેને કોઈ નુકસાન નહીં થાય.

التصنيفات

સપનાના આદાબ