إعدادات العرض
શેતાન તમારા માંથી દરેક વ્યક્તિના માથાના પાછળના ભાગમાં સૂતી વખતે ત્રણ ગાંઠ બાંધી દે છે, અને દરેક ગાંઠ વખતે ફૂંક…
શેતાન તમારા માંથી દરેક વ્યક્તિના માથાના પાછળના ભાગમાં સૂતી વખતે ત્રણ ગાંઠ બાંધી દે છે, અને દરેક ગાંઠ વખતે ફૂંક મારે છે કે અને કહે છે કે સૂઈ જા હજુ રાત લાંબી છે
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શેતાન તમારા માંથી દરેક વ્યક્તિના માથાના પાછળના ભાગમાં સૂતી વખતે ત્રણ ગાંઠ બાંધી દે છે, અને દરેક ગાંઠ વખતે ફૂંક મારે છે કે અને કહે છે કે સૂઈ જા હજુ રાત લાંબી છે, પછી જો કોઈ વ્યક્તિ ઉઠી અલ્લાહનો ઝિક્ર કરવા લાગે તો એક ગાંઠ ખુલી જાય છે, પછી જો તે વઝૂ કરી લે તો બીજી ગાંઠ ખુલી જાય છે અને જો નમાઝ પઢી લે તો ત્રીજી ગાંઠ પણ ખુલી જાય છે, આવો વ્યક્તિ સવારના સમયે ચુસ્ત અને ચપળ રહે છે, નહીં તો તે વિરુદ્ધ વ્યક્તિ સુસ્ત અને આળસુ થઈ સવાર કરશે».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Kurdî Kiswahili Português සිංහල Nederlands አማርኛ অসমীয়া Oromoo Tiếng Việt پښتو ไทย Română മലയാളം नेपाली Malagasy Deutsch Кыргызчаالشرح
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શૈતાનની સ્થિતિ અને વ્યક્તિ સાથે તેની કરવામાં આવતી મહેનત વર્ણન કરી રહ્યા છે, જે વ્યક્તિ તહજ્જુદ અથવા ફજરની નમાઝ પઢવાની ઈચ્છા રાખતો હોય. જ્યારે મોમિન વ્યક્તિ સૂવા માટે પથારી પર જાય છે તો શૈતાન તેની પાછળ અર્થાત્ માથાના પાછળના ભાગે ત્રણ ગાંઠો બાંધે છે. જયારે મોમિન ઉઠી જાય અને અલ્લાહનો ઝિક્ર કરે અને શૈતાન તરફથી આવતા વસ્વસા પર ધ્યાન નથી ધરે તો એક ગાંઠ ખુલી જાય છે. ફરી જો તે વઝૂ કરે તો બીજી ગાંઠ ખુલી જાય છે. . અને ત્યારબાદ જો તે નમાઝ માટે ઉભો થશે તો ત્રીજી ગાંઠ પણ ખુલી જશે, અને તે ચુસ્ત તેમજ ચપળ થઈ સવાર કરશે, તે ખુશ થશે, અને તેની ખુશીનું કારણ એ કે અલ્લાહએ તેને તેનું અનુસરણ કરવાની તૌફીક આપી, અલ્લાહએ કરેલ માફી અને સવાબનું વચન પ્રાપ્તિ માટે ખુશ થશે, જ્યાં સુધી તે શૈતાનના પંજાથી આઝાદ છે, નહીં તો તે નેક અને ભલાઈના કામોમાં આળસ કરશે કારણકે તે શૈતાનના પંજામાં બંધ છે, અને રહમાનની નિકટતાથી ઘણો દૂર છે.فوائد الحديث
શૈતાન હમેંશા બંદાને અલ્લાહના અનુસરણ અને તેની ઇતાઅતથી રોકવાનો પ્રયત્ન કરતો રહે છે, અને અલ્લાહની મદદ અને તેની તૌફીક વગર તેનાથી છુટકારો મેળવી શકતા નથી અને તેનાથી છૂટકારા માટે જે માર્ગ કુરઆન અને હદીષમાં વર્ણન કરવામાં આવ્યો છે, તેને અપનાવી તેનાથી છુટકારો મેળવી શકીએ છીએ.
અલ્લાહ તઆલાનો ઝિક્ર અને તેની ઈબાદત દ્વારા શરીરમાં ચુસ્તી અને ચપળતા મળે છે, તેમજ સુસ્તી અને આળસથી નજાત મળે છે, તદઉપરાંત ગુસ્સો અને દ્વેષ પણ દૂર થાય છે; કારણકે આ ઝેરીલા તત્વો શૈતાન અને તેના વસ્વસા તરફથી હોય છે.
અલ્લાહ તરફથી અનુસરણ અને ઇતાઅતની તૌફીક પર એક મોમિન ખુશ થાય છે અને મહત્ત્વતાઓને દરજ્જા છૂટવા પર તે અફસોસ કરતો હોય છે.
અલ્લાહની ઇતાઅતમાં ગફલત અને બેદરકારી શૈતાનનું કામ અને તેનું શણગાર છે.
આ ત્રણેય કાર્યો - અલ્લાહનો ઝિક્ર, વઝૂ અને નમાઝ શૈતાનને દૂર કરે છે.
ખાસ કરીને માથાના પાછળના ભાગમાં શૈતાનનું ગાંઠ લગાવવું; કારણકે તે શક્તિ અને અમલ માટે પ્રોત્સાહિત થવાની મૂળ જગ્યા છે, માટે જો તેને બાંધી દેવામાં આવે તો તે માનવીના પ્રાણ કાબુમાં કરી તેને સૂવાડી શકે છે.
ઈમામ ઈબ્ને હજર અસ્કલાની રહિમહુલ્લાહએ કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખાસ કરીને રાતનો ઝિક્ર કર્યો, "તમારા પર રાત્રે" તેનો અર્થ ખાસ કરીને રાતની ઊંઘ.
ઈમામ ઈબ્ને હજર અસ્કલાની રહિમહુલ્લાહએ કહ્યું: કોઈ ખાસ ઝિક્ર અહીંયા વર્ણન નથી થયું, જે આ કાર્ય માટે ખાસ હોય, પરંતુ તે દરેક ઝિક્ર કરી શકાય જે યોગ્ય હોય, જેવું કે કુરઆન મજીદની તિલાવત, હદીષનું જ્ઞાન, ઇલ્મે દીનમાં વ્યસ્ત રહેવું, બહેતર છે આ ઝિક્ર પઢવું, જેના વિશે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમારા માંથી રાત્રે કોઈ વ્યક્તિની આંખ ખુલે અને તે આ દુઆ પઢે, ("લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ, વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર, અલ્ હમ્દુ લિલ્લાહી, વ સુબ્હાન અલ્લાહિ, વલા ઇલાહ ઇલ્લલ્લાહ, વલ્લાહુ અકબર, વલા હવ્લા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહિ" અર્થ: અલ્લાહ સિવાય કોઈ સાચો મઅબૂદ નથી, તે એકલો જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, તેનું જ સામ્રાજ્ય છે, વખાણ પણ ફક્ત તેના માટે જ છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, પ્રશંસા અલ્લાહ માટે છે, તેની ઝાત પાક છે, અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અલ્લાહ સૌથી મોટો છે, તેની તૌફીક વગર હું કોઈ પણ કાર્ય કરી શકતો નથી તેમજ કોઈ પણ કાર્યથી બચી શકતો નથી),પછી કહે: "અલ્લાહુમ્મગ્ફિર લી" અર્થ: હે અલ્લાહ તું મને માફ કરી દે, અથવા કોઈ દુઆ કરે તો તેની દુઆ કબૂલ કરવામાં આવે છે, પછી જો તે વઝૂ કરે અને નમાઝ પઢે તો તેની નમાઝ પણ કબૂલ કરવામાં આવે છે. (આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે).