જે વ્યક્તિને આ વાત પસંદ હોય કે અલ્લાહ તઆલા કયામતના દિવસની ભયાનકતાઓથી તેને છુટકારો આપે, તો તે પરેશાન વ્યક્તિને…

જે વ્યક્તિને આ વાત પસંદ હોય કે અલ્લાહ તઆલા કયામતના દિવસની ભયાનકતાઓથી તેને છુટકારો આપે, તો તે પરેશાન વ્યક્તિને મહેતલ આપે, અથવા (પોતાનું દેવું) માફ કરી દે

અબૂ કતાદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તે પોતાના એક લેણદારને શોધી રહ્યા હતા, તો તે તેમને જોઈ સંતાઈ ગયા, ફરી તેમણે તેને શોધી કાઢ્યો, તો તેણે કહ્યું: હું અત્યારે પરેશાન છું, તો અબૂ કતાદહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અલ્લાહની કસમ? તેણે કહ્યું: અલ્લાહની કસમ, તો અબૂ કતાદહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા છે: «જે વ્યક્તિને આ વાત પસંદ હોય કે અલ્લાહ તઆલા કયામતના દિવસની ભયાનકતાઓથી તેને છુટકારો આપે, તો તે પરેશાન વ્યક્તિને મહેતલ આપે, અથવા (પોતાનું દેવું) માફ કરી દે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

અબૂ કતાદહ રઝી અલ્લાહુ અન્હુ પોતાના એક લેણદારને શોધી રહ્યા હતા, અને તે તેમનાથી સંતાઈ રહ્યા હતો, ફરી તેમણે તેને શોધી કાઢ્યો, તો લેણદારે કહ્યું: હું નાદાર છું, અને તમારું દેવું ચૂકવવા માટે મારી પાસે પૈસા નથી. તો અબૂ કતાદહ રઝી અલ્લાહુ અન્હુએ તેણે કસમ ખાવાનું કહ્યું શું સાચે જ તારી પાસે પૈસા નથી? તો તેણે કસમ (સોગંદ) ખાઈને કહ્યું કે જે તે કહી રહ્યો છે તેમાં તે સાચો છે. તો અબૂ કતાદહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું કે તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: જે વ્યક્તિને આ વાત પસંદ હોય કે અલ્લાહ તઆલા તેને કયામતના દિવસની તકલીફો, પરેશાનીઓ અને ભયાનકતાઓથી છુટકારો આપે, તો તે પણ લેણદારને મહેતલ આપે અથવા તેનો સમય લંબાવી દે અથવા થોડું અથવા સંપૂર્ણ દેવું માફ કરી દે.

فوائد الحديث

નાદાર વ્યક્તિને સરળતા આપવી અને થોડીક રાહ જોવી અથવા થોડું અથવા સંપૂર્ણ દેવું માફ કરી દેવું સારું કાર્ય છે.

જે વ્યક્તિ કોઈ મોમિનને દુનિયાની પરેશાનીઓથી છુટકારો આપશે તો અલ્લાહ તઆલા તેને કયામતના દિવસની પરેશાનીઓથી છુટકારો આપશે, અને અલ્લાહ પોતાના બંદાઓને બદલો તે પ્રમાણે જ આપે છે જેવો તે અમલ કરે છે.

નિયમ: ફરજિયાત કાર્યો નફિલ કાર્યો કરતાં વધુ શ્રેષ્ઠ છે, પરંતુ કેટલાક સમયે નફિલ કાર્યો ફરજિયાત કાર્યો કરતા પણ વધુ શ્રેષ્ઠ બની જાય છે, નાદાર વ્યક્તિનું દેવું માફ કરવું નફિલ કાર્ય છે, અને તેની સાથે સબર કરવી, રાહ જોવી અને પૈસાની માંગ ન કરવી એ ફરજ છે, અને નફિલ કાર્ય અહીંયા ફરજ કાર્ય કરતાં વધુ શ્રેષ્ઠ છે.

આ હદીષ દરેક નાદાર વ્યક્તિ માટે છે, અને જેની પાસે માલ હોય તો પણ તે દેવું ચૂકવવામાં વિલંબ ન કરે, નહિ તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા વર્ણન છે કે તેમણે કહ્યું: "માલદાર વ્યક્તિનું વિલંબ કરવું જુલમ છે".

التصنيفات

દેવાના આદેશો