અલ્લાહના પયગંબર …

અલ્લાહના પયગંબર ﷺએ સદકતુલ્ ફિતર ફર્ઝ (જરૂરી) કર્યું છે, એક સાઅ ખજૂર અથવા એક સાઅ ઘઉં દરેક ગુલામ, આઝાદ, પુરુષ અને સ્ત્રી તેમજ દરેક નાના મોટા મુસલમાન પર, અને આ ફિતરો ઈદની નમાઝ પહેલા આપી દેવાનો આદેશ આપ્યો છે

અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ સદકતુલ્ ફિતર ફર્ઝ (જરૂરી) કર્યું છે, એક સાઅ ખજૂર અથવા એક સાઅ ઘઉં દરેક ગુલામ, આઝાદ, પુરુષ અને સ્ત્રી તેમજ દરેક નાના મોટા મુસલમાન પર, અને આ ફિતરો ઈદની નમાઝ પહેલા આપી દેવાનો આદેશ આપ્યો છે.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

રમઝાન પછી આપ ﷺએ ફિતરો આપવો જરૂરી કર્યું છે, જેનો માપ એક સાઅ છે, જેનો વજન ચાર મૂદનો હોય છે. મુદ: મધ્યસ્થ વ્યક્તિનું ખોબા જેટલું, ઘઉં અથવા ખજૂર માંથી, દરેક મુસલમાન પર, આઝાદ હોય કે ગુલામ, પુરુષ હોય કે સ્ત્રી, નાનો હોય કે મોટો, આ આદેશ તે લોકો માટે જેમની પાસે એક દિવસનો ખોરાક હાજર હોય છે, પોતાના માટે પણ અને પોતાના ઘરવાળાઓ માટે પણ. અને આ ફિતરો ઈદની નમાઝ પહેલા કાઢવાનો આદેશ આપ્યો છે.

فوائد الحديث

રમઝાનમાં સદકતુલ્ ફિતર કાઢવો જરૂરી છે, દરેક આઝાદ વ્યક્તિ પર કે ગુલામ પર, ગુલામ બાબતે તેના માલિકોને આદેશ આપવામાં આવ્યો, તેમજ વ્યક્તિ પોતાની તરફથી અને પોતાના સંતાન તરફથી જવાબદાર રહેશે, જેનો ખર્ચ તેના શિરે હોય.

માતાના પેટમાં રહેલા બાળક માટે સદકતુલ્ ફિતર કાઢવું જરૂરી નથી પરંતુ મુસ્તહબ છે.

સદકતુલ્ ફિતરમાં જે આપવુ જોઈએ તેનું વર્ણન અને એ કે સામાન્ય રીતે ચાલતો ખોરાક આપવો જોઈએ.

ઈદની નમાઝ પહેલા આપવું જરૂરી છે, ઈદની સવારે આપવું શ્રેષ્ઠ છે, તેમજ ઈદના એક દિવસ અથવા બે દિવસ પહેલા આપવું જાઈઝ છે.

التصنيفات

ઝકાતુલ્ ફિતર