જે વ્યક્તિ જુમ્માના દિવસે જનાબતનું ગુસલ (સ્નાન) કરે, અર્થાત્: તે સ્નાન જેને જનાબતનું સ્નાન કહે છે, ફરી જલ્દી મસ્જિદ…

જે વ્યક્તિ જુમ્માના દિવસે જનાબતનું ગુસલ (સ્નાન) કરે, અર્થાત્: તે સ્નાન જેને જનાબતનું સ્નાન કહે છે, ફરી જલ્દી મસ્જિદ તરફ નીકળે, તો તેણે એક ઊંટ અથવા ઊંટણી પોતાના માટે કુરબાની આપી

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ જુમ્માના દિવસે જનાબતનું ગુસલ (સ્નાન) કરે, અર્થાત્: તે સ્નાન જેને જનાબતનું સ્નાન કહે છે, ફરી જલ્દી મસ્જિદ તરફ નીકળે, તો તેણે એક ઊંટ અથવા ઊંટણી પોતાના માટે કુરબાની આપી, અને જે બીજી ઘડીએ આવે, તો તેણે એક ગાયની કુરબાની આપી ગણાશે, અને ત્રીજી ઘડીએ આવે તો તેણે પોતાના માટે એક સિંગળાવાળા ઘેટાની કુરબાની આપી ગણાશે, અને જે ચોથી ઘડીએ આવે, તો તેણે એક મરઘીની કુરબાની આપી ગણાશે, અને જે પાંચમી ઘડીએ આવે, તો તેણે એક ઇંડાની કુરબાની આપી ગણાશે, બસ જ્યારે ઈમામ આવી પહોંચે તો ફરિશ્તાઓ ઝિક્ર સાંભળવા બેસી જાય છે»

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જુમ્માના દિવસે વહેલા મસ્જિદમાં નમાઝ માટે આવવાની મહત્ત્વતા વર્ણન કરી રહ્યા છે, અને આ સમય સૂર્યોદયથી શરૂ થાય છે અને ત્યાં સુધી કે જ્યારે ઇમામ આવી પહોંચે, આટલા સમયમાં પાંચ ઘડીઓ વર્ણન કરી છે, અને આ ઘડીઓને સૂર્યોદય પછી લઈ કે ઇમામ જ્યાં સુધી મિમ્બર પર ખૂતબો આપવા માટે ન પહોંચે, ત્યાં સુધી સમયને પાંચ ભાગમાં વહેંચાયેલો છે: પ્રથમ: જે વ્યક્તિ જનાબતના ગુસલની જેમ જ સંપૂર્ણ ગુસલ કરે, ફરી મસ્જિદ તરફ જુમ્મા માટે પહેલી ઘડીએ નીકળે તો તેને એક ઊંટ સદકો કરવાનો સવાબ મળે છે. બીજું: જે વ્યક્તિ બીજી ઘડીએ મસ્જિદ પહોંચે, તો તેને એક ગાય બરાબર સદકો કરવાનો સવાબ મળે છે. ત્રીજું: જે વ્યક્તિ ત્રીજી ઘડીએ મસ્જિદ પહોંચે, તો તેને એક ઘેટા બરાબર સદકો કરવાનો સવાબ મળે છે, અને તે ઘેટાની નસલમાં નર જાનવર. ચોથું: જે વ્યક્તિ ચોથી ઘડીએ મસ્જિદ પહોંચે, તો તેને એક મરઘી બરાબર સદકો કરવાનો સવાબ મળે છે. પાચમું: જે વ્યક્તિ પાંચમી ઘડીએ મસ્જિદ પહોંચે તો તેને એક ઈંડા બરાબર સદકો કરવાનો સવાબ મળે છે. બસ જ્યારે ઇમામ ખુતબો આપવા માટે મિમ્બર પર ચઢે; તો દરવાજા પર લોકોના સવાબની નોંધણી કરવા માટે બેસેલા ફરિશ્તાઓ રુકી જાય છે, અને જે પહેલા આવ્યો તેને પહેલી ઘડીનો સવાબ મળશે, અને ફરિશ્તાઓ ખુતબો સાંભળવા બેસી જાય છે.

فوائد الحديث

જુમ્માના દિવસે ખાસ કરીને સારી રીતે ગુસલ કરવા પર ઉભાર્યા છે, અને જુમ્માની નમાઝ માટે વહેલા મસ્જિદ પહોંચી જવું જોઈએ.

દિવસની પ્રથમ ઘડીમાં જુમ્માની નમાઝ પઢવા માટે મસ્જિદ જવાની મહત્ત્વતા.

નેક કામ કરવા માટે પહેલ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

જુમ્માની નમાઝમાં ફરિશ્તાઓ હાજરી આપે છે, તેમજ ખુતબો પણ સાંભળે છે.

ફરિશ્તાઓ મસ્જિદોના દરવાજા પર ઉભા રહી આવનાર લોકોના સવાબ વિષે લખતા હોય છે, બસ જુમ્માની નમાઝ માટે જે પહેલો આવે તેને પહેલાનો સવાબ મળે છે.

ઈમામ ઈબ્ને રજબ રહિમહુલ્લાહએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શબ્દ: "જે વ્યક્તિ જુમ્માના દિવસે જનાબતનું ગુસલ (સ્નાન) કરે, અર્થાત્: તે સ્નાન જેને જનાબતનું સ્નાન કહે છે, ફરી જલ્દી મસ્જિદ તરફ નીકળે" તે વાતનો પુરાવો છે કે જુમ્મા માટે કરવામાં આવતા ગુસલનો સમય ફજર પછીથી શરૂ થાય છે, અને જુમ્માની નમાઝ સુધી રહે છે.

التصنيفات

ગુસલ કરવાનો સુન્નત તરીકો અને આદાબ, જુમ્મા (શુક્રવાર)ની નમાઝ